VADODRA NEWS/ વડોદરા અને અન્ય જિલ્લાઓમાં અનરાધાર વરસાદને કારણે MGVCLની સરાહનીય કામગીરી

સાથી હાથ બઢાના ગીતની પંક્તિને સાર્થક કરતું મધ્ય ગુજરાત વીજ કંપની લીમીટેડ

Top Stories Gujarat Vadodara

Gujarat News :  ગુજરાતમાં તા. 25.08.2024 અને 26.08.2024 ના રોજ ભારે વરસાદ વરસ્યો હતો તેમાં મધ્ય ગુજરાતના વિસ્તારનો પણ સમાવેશ થાય છે.વધુમાં તા. 27.08.2024 ના રોજ ઉપરવાસમાં વધુ વરસાદના કારણે આજવા સરોવરની સપાટી ભયજનક થતાં સરોવરના બધાજ દરવાજા (62 દરવાજા) એકસાથે ખોલી દેતા સરોવરનું પાણી વડોદરા શહેરમાથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં ઠાલવતાં શહેરમાં પૂરની સ્થિતિનું નિર્માણ થતાં સલામતીના ભાગરૂપે પૂરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ કરવામાં આવેલ. જેમાં 117 (11કેવી ફીડરો) તથા 650 ટ્રાન્સફોર્મર પૂરના પાણીમાં ગરકાવ થયેલ. જેમાં સમગ્ર ટીમે ચાલુ વરસાદ અને કેડસમા પાણીમાં પણ કામગીરી કરીને વીજ પૂરવઠો પુર્વવત કર્યો હતો.

વધુમાં વડોદરા વિસ્તારમાં આવેલ 66કેવી વિધુતનગર સબ-સ્ટેશન અને ૬૬કેવી અટલાદરા સબ-સ્ટેશન સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થવાથી તેમનો વીજ પુરવઠો બંધ કરવામાં આવેલ જેમાંથી નીકળતા બધાજ 11કેવી ફિડરો બંધ કરવામાં આવેલ. તા. 29.08.2024 ના રોજ પૂરના પાણી ઉતરતા કુલ બે દિવસમાં એટલે કે તા. 30.08.2024 ના રોજ ચાલુ કરીને અભૂતપુર્વ કામગીરી કરવામાં આવી હતી. મધ્ય ગુજરાત વીજ કંપનીની વડોદરા શહેરની વિવિધ કચેરીઓની ટીમ દ્વારા ચાલુ વરસાદ અને કેડસમા પાણીમાં વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી હાથ ધરેલ અને તે માટે 300 ડિપાર્ટમેન્ટલ તથા કોન્ટ્રાકટરની ટીમો ફાળવેલ હતી. તેમજ 35 ટીમો દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાથી પણ મદદ માટે બોલાવેલ. જેઓએ તા. 29.08.2024 અને 30.08.2024 એમ બે દિવસની અંદર તમામ બંધ થયેલ ફિડરો તેમજ ટ્રાન્સફોર્મરનો વીજ પુરવઠો પૂર્વવત કરી દીધેલ તેમજ અન્ય છૂટા છવાયા બંધ વીજ કનેક્શનની કામગીરી પણ હાથ ધરવામાં આવેલ હતા.

ઉપરાંત મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા આણંદ, નડીઆદ, ગોધરા, દાહોદ તેમજ મહીસાગર વિસ્તારની વિવિધ વીજ કંપનીના લાઇન સ્ટાફ કર્મચારીઓએ પણ ભરાયેલ પાણીમાં કામગીરી કરીને વીજ પુરવઠો પૂર્વવત કરી દીધેલ. વધુમાં તે વિસ્તાર માટે ઉત્તર ગુજરાત વીજ કંપનીની પણ 14 ટીમો મદદ માટે બોલાવેલ.

MGVCLની  વડોદરા તેમજ અન્ય જિલ્લાઓમાં મળીને કુલ 992 ગામડાઓ તેમજ 455 ફિડરોનો વીજ પુરવઠો તા. 31.08.2024  સુધીમાં પૂર્વવત કરવામાં આવેલ છે. હાલમાં જે છૂટા છવાયા જગ્યાઓએ કામ બાકી રહેલ હશે તે પણ માહિતી મળ્યે પૂર્ણ કરવામાં આવશે.

MGVCL નું “Centralized Call Centre (CCC)”નર્મદા ભવન, વડોદરા ખાતે કાર્યરત છે. જ્યાં તા. ૨૬.૦૮.૨૦૨૪ થી ૨૯.૦૮.૨૦૨૪ સુધીમાં અંદાજિત ૧.૦ લાખ કરતાં પણ વધુ કોલ રિસીવ થયેલ હતા જે સામાન્ય વરસાદની સિઝન કરતાં ૫ ગણા વધારે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: જામનગરમાં વરસાદ બાદ પૂરે સર્જી તારાજી; મોલમાં, ઘરોમાં ભરાયા પાણી

આ પણ વાંચો: ગુજરાત, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં મુશળધાર વરસાદ, આ વિસ્તારોમાં રેડ એલર્ટ

આ પણ વાંચો: રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ, વલસાડ, ડાંગ અને દમણમાં ભારે વરસાદની સંભાવના