Vadodara News/ વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં જાહેરમાં મારામારી

વડોદરાના પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેરમાં એક યુવાન પર જીવલેણ હુમલો કર્યો. ઘટનાનો વીડિયો વાયરલ (Viral Video) થયો.

Top Stories Gujarat Vadodara Breaking News
Viral Video

Vadodara News:વડોદરાના પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે,જ્યાં અસામાજિક તત્વોએ જાહેરમાં જ એક યુવાન સાથે મારમારી કરી હતી. આ મારામારીનો સમગ્ર વીડિયો  સોશિયલ મીડિયા પર વાયરલ (Viral Video) થયો છે, જેમાં આરોપીઓની બેફામ દાદાગીરી જોવા મળી રહી છે. સ્થાનિક લોકોમાં આ ઘટનાથી ભયનો માહોલ સર્જાયો હતો અને તેઓએ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

સમગ્ર મારામારીની ઘટનાનો વીડિયો (Viral Video) થયો વાયરલ

આ ઘટના આજે  પાણીગેટ પોલીસ સ્ટેશનની નજીકના વિસ્તારમાં બની હતી. પોલીસ તપાસ અનુસાર, એક 25 વર્ષીય યુવાન, જેનું નામ અત્યારે ખુલાવવામાં આવ્યું નથી, તે વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. અચાનક તેને 3-4 અસામાજિક તત્વોએ બોલાવ્યો, માહિતી અનુસાર તેમની વચ્ચે કોઈ વાદ-વિવાદ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આરોપીઓએ યુવાનને જમીન પર પછાડી  તેને મારવાનું શરૂ કર્યું હતું.

વાયરલ વીડિયો (Viral Video)માં સ્પષ્ટપણે જોવા મળે છે કે આરોપીઓ હુમલો કરી રહ્યા છે, જ્યારે આસપાસના લોકો ડરીને દૂર ઊભા છે. યુવાનને ગંભીર ઇજા થઈ છે અને તેને તાત્કાલિક સારવાર માટે નજીકના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પાણીગેટ પોલીસ મથકને ઘટનાની ખબર મળતાં જ તેમણે ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો:પોલીસે પોક્સોના ગુનામાં વડોદરા અને જામનગરથી બે આરોપીને ઝડપી લીધા

આ પણ વાંચો:ભાવનગરમાં વધુ એકવાર અસામાજિક તત્વો બન્યા બેફામ, નજીવી બાબતે યુવક પર જીવલેણ હુમલો

આ પણ વાંચો:“AI નજરે અંબાજી અસામાજિક તત્વો પર પોલીસની ડિજિટલ પહેરેદારી”