મહારાષ્ટ્રના ધૂલેથી એક મોટો સમાચાર સામે આવી રહ્યાં છે, જ્યાં શિરપુરમાં એક કેમિકલ ફેક્ટરીમાં અચાનક મોટો વિસ્ફોટ થયો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 22 થી વધુ લોકો ઘાયલ થયા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે વિસ્ફોટ બાદ ફેક્ટરીમાં લાગેલી આગમાં 70 લોકો હજી પણ ફસાયા છે. ઘટનાની માહિતી મળ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી માટે ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ અને ટીમો ઘટના સ્થળે પહોંચી ગઈ છે. ફાયર બ્રિગેડના વાહનો આગને કાબૂમાં લેવાના પ્રયશો કરી રહ્યાં છે.
મળતી માહિતી મુજબ, કેમિકલ ફેક્ટરીમાં આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે તેનો અવાજ ઘણા કિલોમીટર સુધી સંભળાતો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
