Gujarat News: ગુજરાત અને દેશભરમાં હનુમાન જન્મોત્સવ (Hanuman Janmotsav)ની ઉજવણી થઇ રહી છે. ત્યારે અમદાવાદના કેમ્પ હનુમાન, કષ્ટભંજન દેવ સાળંગપુર અને અરવલ્લીમાં આરામની મુદ્રામાં હનુમાનજી (Lord Hanuman)ના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો દર્શન કરવા આવી પહોંચ્યા હતા. વહેલી સવારથી જ લોકોએ આરતીનો લ્હાવો લઇને દર્શન કર્યા હતા. સાળંગપુર (Salangpur) મંદિરમાં પરોઢિયેથી ભક્તોનો ધસારો જોવા મળ્યો છે. સાળંગપુરમાં દાદાના સાંનિધ્યમાં મારૂતિ યજ્ઞનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તોને હાલાકી ન પડે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.
અમદાવાદ (Ahmedabad) આજે હનુમાન જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. હનુમાન મંદિરોમાં આરતી, પૂજા, સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરના કેમ્પ હનુમાનમાં વહેલી સવારથી જ ભક્તો ઉમટ્યા છે. જય જય શ્રી રામના નાદ સાથે ઉમટ્યું માનવ મહેરામણ. આજે કેમ્પ હનુમાન ખાતે હનુમાનજીની વિશેષ મહા આરતી, સુંદરકાંડનો લાભ લેવા ભક્તોની ભારે ભીડ ઉમટી છે.

આજે સમગ્ર ભારતમાં “જય જય હનુમાન”ના નાદથી મંદિરો ગુંજી ઉઠશે. દેશના તમામ હનુમાન મંદિરોમાં આજે ભાવભેર ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે. હનુમાન જન્મોત્સવની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરાશે. અમરેલી (Amreli)માં હનુમાન જન્મોત્સવ નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. લાઠીના ભુરખિયા હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી છે. મોડી રાત્રે લાખોની સંખ્યામાં પદયાત્રીઓ દર્શને પહોંચ્યા છે, સુપ્રસિધ્ધ ભુરખિયા હનુમાન મંદિરે ચાલીને જવાની પરંપરા છે. માન્યતા છે કે પગપાળા જવાથી હનુમાન દાદા કષ્ટોનું નિવારણ લાવે છે.

સંસ્કારી નગરીમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. હનુમાન મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. વડોદરાના અનેક હનુમાન મંદિરોમાં આજે વિશેષ ઉજવણી કરવામાં આવશે. ભીડભંજન હનુમાન મંદિરમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓ દર્શન માટે ઉમટ્યાં છે.
આ પણ વાંચો:હનુમાન જન્મોત્સવ પર શનિવારના સંયોગનું વિશેષ મહત્વ, આ ઉપાયો કરી દૂર કરો અવરોધોથી મેળવો મુક્તિ
આ પણ વાંચો:હનુમાનજી અને શનિદેવ વચ્ચે છે ખાસ સંબંધ, શા માટે બજરંગબલીની શનિવારે પૂજા કરવામાં આવે છે…
આ પણ વાંચો:હનુમાન જયંતિ પર આ ગ્રહોનો યોગ બનશે જે આ રાશિના જાતકોનું ભાગ્ય ખોલશે
