fog : દિલ્હીમાં ધુમ્મસના લીધે વાતાવરણ એકદમ ઠંડુ રહ્યું છે, ધુમ્મસનની ચાદર ચોમેરે ફોલાયેલી જોવા મળી છે. જેના લીધે શાળાઓ નો ટાઇમ પણ લેટ કરી દેવામાં આવ્યો છે. દિલ્હીમાં બુધવારની સરખામણીએ ગુરુવારે ફરી ધુમ્મસ (fog) વધી ગયું હતું. જેના કારણે વિઝિબિલિટી લેવલ 200 મીટર જેટલું નીચું નોંધાયું હતું. જો કે દિવસના તાપમાનમાં વધુ ઘટાડો નોંધાયો હતો. હવે ગુરુવાર સિઝનનો સૌથી ઠંડો દિવસ હતો.
હવામાન વિભાગના (Meteorological Department) જણાવ્યા અનુસાર, પાલમ એરપોર્ટ પર સવારે 5.30 થી 8.30 સુધી 200 મીટરનું વિઝિબિલિટી સ્તર નોંધાયું હતું. સફદરજંગ એરપોર્ટ પર પણ આવી જ સ્થિતિ હતી. નોંધનીય છે કે મંગળવારે આ બંને સ્થળોએ વિઝિબિલિટીનું સ્તર ઘટીને 50 મીટર થયું હતું અને બુધવારે તે વધીને 400થી 500 મીટર થયું હતું.તાપમાન હજી પણ ઘટી શકે છે તેવી આગાહી કરી છે.

દિલ્હીનું લઘુત્તમ તાપમાન (temperatures) 7.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું. મહત્તમ તાપમાન 20.6 ડિગ્રી સેલ્સિયસ પર સ્થિર થયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું, જે સિઝનનું અત્યાર સુધીનું સૌથી ઓછું છે. મુંગેશપુર અને રિજ વિસ્તારો દિલ્હીના સૌથી ઠંડા વિસ્તારો હતા જેમાં મહત્તમ તાપમાન 16.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 5.6 ડિગ્રી સેલ્સિયસ હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે. જ્યારે સવારે ગાઢ ધુમ્મસ રહેશે. મહત્તમ(maximum) અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 20 અને 6 ડિગ્રી સેલ્સિયસ રહેવાની ધારણા છે.
ધુમ્મસ
