આંધ્રપ્રદેશનાં લોકપ્રિય સીએમ જગન મોહન રેડ્ડીએ કોર્ટમાં ફરજીયાત હાજરી આપવી પડશે. કોર્ટ દ્વારા આંધ્રપ્રદેશના સીએમ જગન મોહન રેડ્ડીને એક જુના કેસમાં કોર્ટની તારીખમાં હાજરથી મુક્તિની અરજી ફગાવી દેવામાં આવી છે.
વાત જાણે એમ છે કે, હૈદરાબાદની સીબીઆઈ કોર્ટમાં આંધ્રપ્રદેશનાં સીએમ જગન મોહન રેડ્ડી દ્વારા કથિત અપ્રમાણસર સંપત્તિના તેમની સામે ચાલી રહેલા એક કેસમાં કોર્ટ સમક્ષ વ્યક્તિગત હાજર રહેવાની મુક્તિની અરજી કરી હતી. આ અરજી હૈદરાબાદની સીબીઆઈ કોર્ટે ફગાવી દીધી છે. સીબીઆઇ દ્વારા આ અરજી પરની સુનવાઇમાં દલીલ કરવામાં આવી હતી કે જ્યારે રેડ્ડી સાંસદ હતા ત્યારે જગન મોહન રેડ્ડીએ સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ તેઓ પ્રદેશનાં મુખ્યમંત્રી હોવાનાં કારણે આ કેસ પર વિપરીત અશરો પાડી શકે છે. કોર્ટ દ્વારા CBIની આ દલિલો માન્ય રાખવામાં આવી હોય તે રીતે CM રેડ્ડીની અરજી નકારી કાઢવામાં આવી છે. અને કોર્ટમાં હાજરી આપવાનું ફરમાન કરી દેવામાં આવ્યું છે.
Hyderabad: CBI court dismisses the petition of Andhra Pradesh CM Jagan Mohan Reddy seeking exemption from personal attendance before court in alleged disproportionate assets case.CBI argued that Jagan Mohan Reddy had tried to influence witnesses when he was an MP. (file pic) pic.twitter.com/cfzjpJjt5q
— ANI (@ANI) November 1, 2019
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
