Not Set/ ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ પાંચ ટ્રિલિયન અર્થવ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલો,  કહ્યું- ગુડબાય કહેવા માટે તૈયાર રહો

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ભાજપની જ નવી આર્થિક નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે શનિવારે કહ્યું હતું કે જો નવી આર્થિક નીતિ નહીં લાવવામાં આવે તો ભારત માટે પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનું લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 2019-20ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર એક […]

Top Stories India Politics

ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ભાજપની જ નવી આર્થિક નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે શનિવારે કહ્યું હતું કે જો નવી આર્થિક નીતિ નહીં લાવવામાં આવે તો ભારત માટે પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનું લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 2019-20ના પ્રથમ ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર એક દિવસ અગાઉ 5 ટકા પર આવી ગયો છે. છેલ્લા છ વર્ષમાં આ સૌથી નીચું છે.

સ્વામીએ ટ્વિટ કરીને લખ્યું, ‘જો કોઈ નવી આર્થિક નીતિ નહીં લાવવામાં આવે તો પાંચ ટ્રિલિયન અર્થવ્યવસ્થાને અલવિદા કહેવા તૈયાર થઈ જાઓ. માત્ર હિંમત અથવા જ્ઞાન જ ક્ષીણ થઈ રહેલ અર્થવ્યવસ્થાને બચાવી શકશે નહીં. આ બંને માટે જરૂરી છે. આજે, અમારી પાસે તેમાંથી એક પણ નથી.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામને સંસદમાં બજેટ રજૂ કર્યું ત્યારે તેમણે દેશની સામે પાંચ ટ્રિલિયન અર્થવ્યવસ્થાનું લક્ષ્ય રાખ્યું હતું. વડા પ્રધાને એમ પણ કહ્યું કે જો આપણે બધા સાથે મળીને કામ કરીએ તો આ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે. આ લક્ષ્ય પર સ્વામીએ ટ્વિટ કરીને તેને ગુડબાય કહેવા માટે તૈયાર રહેવાનું કહ્યું છે.

અર્થવ્યવસ્થા પર સરકારને આડાહાથે લેતા કોંગ્રેસે કહ્યું કે, મંદીની સ્થિતિ સતત ઘણા સમયથી યથાવત્ છે. પરંતુ સરકાર તેની સામે કોઈ નક્કર પગલા ભરતી નથી. અમને લાગે છે કે કદાચ ભાજપ સરકાર સમજી શકશે નહીં કે શું કરવું. આવી સ્થિતિમાં, જવાબદાર વિરોધ તરીકે અમારી પાસે કેટલાક સૂચનો છે.

સરકાર આર્થિક મંદી અટકાવવા માટે બેન્કોમાં મોટા પાયે મર્જર સહિત અનેક પગલાં લઈ રહી છે. નિષ્ણાંતોનું કહેવું છે કે, જો સરકાર રોકાણ પર ધ્યાન નહીં આપે તો અર્થવ્યવસ્થાને સંભાળવી મુશ્કેલ બનશે. છેલ્લા કેટલાક મહિનાઓથી, નબળી માંગ અને રોકાણના અભાવને કારણે મુખ્ય ઉદ્યોગોની વૃદ્ધિમાં મંદી નજરે પડે છે.

મંદીથી સૌથી વધુ અસર ઓટોમોબાઈલ, ઉત્પાદન અને સ્થાવર મિલકત સેક્ટર ને થઈ છે.  જોકે, શુક્રવારે મુખ્ય આર્થિક સલાહકાર કે.વી. સુબ્રમણ્યમે કહ્યું હતું કે સરકાર આર્થિક વિસ્તરણને પ્રોત્સાહન આપવા માટે ઘણાં પગલાં લઈ રહી છે.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.