કર્ણાટક કોંગ્રેસના નેતા અને પૂર્વ મંત્રી ડી.કે.શિવકુમાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ સમક્ષ હાજર થવા માટે દિલ્હી પહોંચ્યા છે. દિલ્હીમાં એજન્સીની ઓફિસમાં તેની પૂછપરછ કરવામાં આવશે. મની લોન્ડરિંગ અને અપ્રમાણસર સંપત્તિના મામલામાં શિવકુમારની પૂછપરછ થવાની છે.
Senior Congress leader DK Shivakumar arrives at Enforcement Directorate office in Delhi to appear before the agency in connection with a money laundering case. pic.twitter.com/NScYozxkiI
— ANI (@ANI) August 31, 2019
શિવકુમાર શુક્રવારે ઇડી સમક્ષ પણ હાજર થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે, શિવકુમાર સાંજે સાડા છ વાગ્યાની આસપાસ નવી દિલ્હીના ખાન માર્કેટમાં એજન્સીના મુખ્ય મથક પહોંચ્યા. તેમની સાથે તેમના સમર્થકો પણ હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર કર્ણાટકના પૂર્વ પ્રધાનનું નિવેદન પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળ નોંધવામાં આવશે. ઇડીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં નવી દિલ્હીના કર્ણાટક ભવનના કર્મચારી હનુમાનતૈયા શિવકુમાર સામે મની લોન્ડરિંગનો કેસ દાખલ કર્યો હતો.
ઇડી સમન્સ પર કોંગ્રેસ નેતાએ કહ્યું કે મેં કોર્ટને વિનંતી કરી હતી કે તે એક સામાન્ય આવકવેરાનો મામલો છે. મેં પહેલેથી જ ઇન્કમ ટેક્સ રીટર્ન ફાઇલ કરી દીધું છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ (પીએમએલએ) નો કેસ નથી. ગઈરાત્રે, તેમણે મને એક વાગ્યે દિલ્હી આવવાનું કહ્યું હતું. હું કાયદાનો આદર કરું છું. છેલ્લાં બે વર્ષથી, મારી 84 વર્ષની માતાની સંપૂર્ણ સંપત્તિ વિવિધ તપાસ અધિકારીઓ દ્વારા બેનામી સંપત્તિ તરીકે મારી સાથે જોડવામાં આવી છે અને હું ખરેખર તેમાં બેનામી છું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
