Not Set/ મામા-મામીનાં ત્રાસથી કંટાળીને 17 વર્ષની ભાણીએ કરી આત્મહત્યા

અમદાવાદ, નિકોલમાં 17 વર્ષની સગીરાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ કેસમાં સગીરાના મામા અને મામી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે સગીરાના મામા અને મામી તેને લગ્ન માટે દબાણ કરતા હતા.સગીરાની માતાનું મોત થયા બાદ તેને મામા પક્ષના લોકો પોતાના ઘરે લઈ આવ્યા હતા. આપને જણાવી દઈએ કે […]

Ahmedabad Gujarat

અમદાવાદ,

નિકોલમાં 17 વર્ષની સગીરાએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ કેસમાં સગીરાના મામા અને મામી સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે સગીરાના મામા અને મામી તેને લગ્ન માટે દબાણ કરતા હતા.સગીરાની માતાનું મોત થયા બાદ તેને મામા પક્ષના લોકો પોતાના ઘરે લઈ આવ્યા હતા.

આપને જણાવી દઈએ કે સગીરાના પિતા ભરતભાઈ મકવાણા કે જેઓ કપડવંજ ખાતે રહે છે તેમણે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ભરતભાઈએ ફરિયાદમાં જણાવ્યુ હતું કે છેલ્લા છ મહિનાથી મારો સાળો રોહિત અને તેની પત્ની તરફથી મારી 17 વર્ષની દીકરી પર લગ્ન માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. એટલું જ નહીં તેઓ મારી દીકરીને મારા કે મારી દીકરા સાથે સંબંધ રાખવાની પણ ના પાડતા હતા. જેથી કંટાળીને મારી દીકરીએ રિદ્ધિએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તા. 20મી ઓગસ્ટના રોજ પિતાના મોબાઈલમાં તેની દીકરીનો ફોન આવ્યો હતો અને મામા અને મામીના ત્રાસથી તેણી કંટાળી ગઈ હોવાની ફરિયાદ કરી હતી.

 નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.