અમદાવાદ,
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સગીરાને લલચાવી ફોસલાવીને દુષ્કર્મ આંચરવાના કિસ્સા ખુબ જ વધી ગયા છે. આરોપીઓમાં જાણે કાયદાનો કોઈ ખોફ જ ન હોય તેવું આજના બગડેલા માહોલ પરથી સ્પષ્ટ દેખાય રહ્યું છે. અને પોલીસની કામગીરી પર લોકો ભારે ટીકા ટિપ્પણી કરીને પોતાનો રોષ વ્યક્ત પણ કરી રહ્યા છે.
આ બધાની વચ્ચે ન્યાયતંત્રની પર લોકોનો ભરોસો જળવાય રહે તે માટે દેશની અદાલતો પર પોતાની ફરજ નિભાવીને પુરાવા અને સંજોગોને આધારે આરોપીઓને કાયદાનો ભાન પણ કરાવી રહી છે. જો વાત કરીએ તો આવો જ એક દુષ્કર્મનો કિસ્સો અમદાવાદના ગોમતીપુરમાં બન્યો હતો. જેમાં આરોપીને કોર્ટે સખત કેદની સજા ફટકારી છે.
ઉલ્લેખનીય છે કે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં દુષ્કર્મના આરોપી પિન્ટુ પરમાર નામના નરાધમે એક સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આરોપીની પોલીસે ધરપકડ કરીને તેને જેલ હવાલે કર્યો હતો. આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. આ કેસમાં સેશન્સ કોર્ટે પુરાવા અને સંજોગોને જોતા આરોપી પિન્ટુ પરમારને દોષિત જાહેર કરીને સાત-સાત વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
