મુંબઈમાં બાન્દ્રા ફાયર સ્ટેશન નજીક સ્લમ વિસ્તારમાં આગ લાગી હોવાના સમાચાર મળ્યા છે.
મંગળવારે સવારે અચાનક જ લાલમાટી સ્લમ વિસ્તારમાં ભીષણ આગ લાગી છે. જો કે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ૯ ગાડીઓ સ્થળે પહોચી ગઈ હતી. હાલ પણ આગ પર કાબુ કરવા માટે ઘણા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ આગને લીધે હજુ સુધી કોઈના ઘાયલ થવાના સમાચાર નથી મળ્યા.
#Visuals: Level-3 fire breaks out in a slum at Lalmati, opposite Bandra Fire Station on Nagardas Road. 9 Fire tenders at the spot. #Mumbai pic.twitter.com/awQZXWeu2y
— ANI (@ANI) October 30, 2018
સુત્રોના જણાવ્યા પ્રમાણે આ વિસ્તારમાં સાંકળી ગલીઓ હોવાને લીધે આગ પર કાબુ કરવામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. આગ એટલી ભીષણ છે કે આજુબાજુના ઘરમાં રાખેલા ગેસના સીલીન્ડર પણ ફાટી ગયા છે. હાલ પણ આગ પર કાબુ મેળવવા પ્રયત્નો ચાલુ જ છે.
ફાયર બ્રિગેડના મુજબ, આ લેવલ ત્રણની આગ છે. આગ પાછળનું કારણ સ્પષ્ટ નથી થયું, પરંતુ સ્થાનિક લોકોનું કહેવું છે કે એક તીવ્ર ધડાકા પછી આગ લાગી છે.
તમને જણાવી દઈએ કે જે જગ્યાએ આગ લાગી છે તે જગ્યા બાન્દ્રા રેલ્વે સ્ટેશનથી થોડે ક જ દૂર છે. સ્ટેશન પર જનારા લોકોને પણ આગના સમાચાર આપી દેવામાં આવ્યા છે અને બીજા કોઈ રસ્તા પર જવાની સુચના આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૭માં પણ બાન્દ્રાના પૂર્વ રેલ્વે સ્ટેશન નજીક ગેસ સીલીન્ડર ફાટવાને લીધે આગ લાગી હતી જેમાં ઘણું નુકશાન થયું હતું.
