Dharma & Bhakti/ 22 નવેમ્બરે સવારે સૂર્ય-ચંદ્ર બનાવશે ઘાતક ષડાષ્ટક યોગ…વૃષભ સહિત 3 રાશિઓ સંભાળીને રહે…થઈ શકે છે ધન હાનિ!

આ યોગ બનવાથી આર્થિક અને કેરિયરના ક્ષેત્રે મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. ચંદ્રમા 22 નવેમ્બરે મેષ રાશિમાં ગોચર કરશે અને સૂર્યની સાથે Shadashtak Yog 2026…

Trending Religious Rashifal Dharma & Bhakti
Shadashtak Yog 2026...3 રાશિઓ માટે આ યોગ troublesome સિદ્ધ થશે!

Dharm & Bhakti: સૂર્ય અને ચંદ્રમા વચ્ચે 22 નવેમ્બર (22 November 2026)ની સવારે ષડાષ્ટક યોગ (Surya Chandra Shadashtak Yog 2026)નું નિર્માણ થશે.જ્યોતિષમાં આ યોગને શુભ માનવામાં નથી આવતું. આ યોગ બનવાથી આર્થિક અને કેરિયરના ક્ષેત્રે મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. ચંદ્રમા 22 નવેમ્બરની સવારે મેષ રાશિમાં ગોચર કરશે અને વૃશ્ચિકમાં બેઠેલા સૂર્યની સાથે ષડાષ્ટક યોગ બનાવશે. આ યોગ વૃષભ, વૃશ્ચિક અને ધનુ રાશિના જાતકો માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે. આ રાશિઓએ શી સાવધાની રાખવી જોઈએ અને એમને કેવા પડકારોનો સામનો કરવો પડી શકે છે એ વિશે જાણીએ…

સૂર્ય અને ચંદ્રમા વચ્ચે 22 નવેમ્બરે ષડાષ્ટક યોગ (Surya Chandra Shadashtak Yog 2026)

આ યોગ વૃષભ, વૃશ્ચિક અને ધનુ રાશિના જાતકો માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે.

વૃષભ રાશિ (Taurus)- Shadashtak Yog 2026
વૃષભ રાશિ (Taurus)- Shadashtak Yog 2026

વૃષભ રાશિ (Taurus)

વૃષભ રાશિના જાતકો, ચંદ્રમાનું આ ગોચર તમારા હાનિ ભાવમાં અર્થાત્ દ્વાદશ ભાવમાં થશે જ્યારે સૂર્ય તમારા સાતમા ભાવમાં રહેશે. ષડાષ્ટક યોગના પ્રભાવથી ધન હાનિ થઈ શકે છે, સંચિત ધનને ખર્ચ કરવાનું તમારે ટાળવું જોઇએ. વિના વિચાર્યે રોકાણ (Investment) કરવાથી પણ બચવું. કેરિયરના ક્ષેત્રે ચડાવ-ઉતાર આવી શકે છે. સહકર્મચારીઓની સાથે તાલમેલ બેસાડીને તમારે ચાલવું પડશે. કૌટુંબિક જીવનમાં પણ સંભાળીને રહેવું, જમીન સાથે સંલગ્ન કોઈ મુદ્દે વાદ-વિવાદ થઈ શકે છે.

ઉપાય- વિષ્ણુ ચાલીસાના પાઠ કરવા.

વૃશ્ચિક રાશિ (Scorpio)-Shadashtak Yog 2026
વૃશ્ચિક રાશિ (Scorpio)-Shadashtak Yog 2026

વૃશ્ચિક રાશિ (Scorpio)

સૂર્ય અને ચંદ્રમાની વચ્ચે સર્જાનારો આ ષડાષ્ટક યોગ તમારા માટે પડકારજનક હોઈ શકે છે કારણ કે ચંદ્રમા આ દરમિયાન તમારા અષ્ટમ ભાવમાં રહેશે. આ યોગ વિદ્યમાન હોવાથી અચાનક ધન સાથે જોડાયેલી સમસ્યા સર્જાઈ શકે છે. ધનની લેવડ-દેવડ તમારે સમજી-વિચારીને કરવાની રહેશે. ખરાબ સ્વાસ્થ્યના કારણે તમારે ખર્ચ થઈ શકે છે. કાર્યક્ષેત્રે તમારે દરેક કામ સમજદારીથી કરવાના રહેશે, નાની અમથી ભૂલ પણ તમારી છબિને ખરાબ કરી શકે છે. લગ્નજીવન (Marriage Life) અંગે પણ તમારે સંભાળીને રહેવું પડશે.

ઉપાય- હનુમાન ચાલીસાના પાઠ કરવા.

ધનુ રાશિ (Sagittarius)- Shadashtak Yog 2026
ધનુ રાશિ (Sagittarius)- Shadashtak Yog 2026

ધનુ રાશિ (Sagittarius)

ધનુ રાશિના જાતકો માટે ઉતાવળે લેવાયેલા આર્થિક નિર્ણયો (Economic Decisions) તમારા માટે ઘાતક સાબિત થઈ શકે છે. શેર બજારમાં પૈસા લગાવવાથી અથવા તો જોખમ ભરેલા રોકાણ કરવાથી તમારે બચવું. કાર્યક્ષેત્રે તમારી મહેનતને અનુરુપ પરિણામ મળવામાં થોડો વિલંબ થઈ શકે છે, ધીરજ રાખીને આગળ વધતા રહો. તમારી ગુપ્ત વાતોને કોઈ સાથે પણ શૅર ન કરવી નહિં તો દગો મળી શકે છે. યાત્રા દરમિયાન તમારા કીમતી સામાનની સુરક્ષા તમારે કરવી જોઇએ.

ઉપાય- પિતાને એમની પસંદની ભેટ આપવી.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: