Lifestyle: ઉનાળાની ગરમી વધે એમ વોટર પાર્ક અને સ્વિમિંગ પૂલ (Water Park & Swimming Pool)માં લોકોનો જમાવડો વધવા લાગે છે. આ ગરમીથી રાહત મેળવવા માટે અને પાણીમાં મસ્તી કરવા માટે દરેક વયના લોકો ઉત્સુક રહે છે. ગરમીથી રાહત મેળવવા અને બાળકો (Kids)ને વેકેશનની મઝા કરાવવા માટે લોકો કમ સે કમ એક વાર તો સ્વિમિંગ પૂલ કે વોટર પાર્કની મુલાકાત અવશ્ય લે છે.
પરંતુ શું તમે જાણો છો કે સ્વિમિંગ પૂલના પાણીમાં ક્લોરીન (Chlorine)હોય છે અને એની અસરથી બચવા માટે શું કરવું? આ માટે સ્વિમિંગ પૂલમાં જતા પહેલા અને સ્વિમિંગ પૂલમાં જઇને આવ્યા બાદ શું કરવું જોઇએ એ વિશે વિસ્તૃતપણે જાણીએ…

સ્વિમિંગ પૂલમાં પડતા પહેલા સ્કિન કેર (Swimming Pool Skin Care)
આ ગરમીની સિઝન (Summer Season)માં સ્વિમિંગ પૂલમાં જઇને આવ્યા પછી મોટા ભાગના લોકોને ટૅનિંગ તથા હેર ફૉલની સમસ્યા ઉદ્ભવે છે. આથી આવી ટૅનિંગની સમસ્યાથી બચવા માટે હંમેશાં સનસ્ક્રીન લોશન લગાવવું જ જોઇએ અને આ ઉપરાંત, સ્કિન પર વિટામિન ઈ અને વિટામિન સી યુક્ત મોઇશ્ચરાઇઝર પણ લગાવવું ઉચિત રહેશે. આટલું કરવા માત્રથી જ તમારી ત્વચાને થનારા સંભવિત નુકસાનથી તમે અમુક હદ સુધી રક્ષણ મેળવી શકો છો.

સ્વિમિંગ પૂલમાં પડતા પહેલા હેર કેર (Swimming Pool Hair Care)
વાળની સુરક્ષા માટે તમે પૂલમા જતા અગાઉ વાળને કોરા રાખવાના સ્થાને કોપરેલ લગાવી શકો છો. આ ઉપરાંત, જો ઉપલબ્ધ હોય તો વાળને કવર કરીને માથામાં સિલિકોન કૅપ અવશ્ય પહેરવી જોઇએ. આ બે ઉપાયોથી તમારા વાળ સુરક્ષિત રહેશે અને હેર ડેમેજ તથા હેર ફૉલની સમસ્યા ઓછી થશે. સ્વિમિંગ પૂલમાંથી બહાર આવ્યા બાદ, સારા માઇલ્ડ શેમ્પૂથી વાળને ધોઇને કંડિશનર અવશ્ય લગાવવું જોઇએ.

સ્વિમ સૂટ કેર (Swim Suit Care)
હંમેશાં વોટર પાર્ક અથવા તો સ્વિમિંગ પૂલમાં જતી વખતે સ્વિમસૂટ પહેરવો જોઇએ. ક્યારેય પણ પૂલમાં તમારા રોજીંદા કપડા ન પહેરવા કારણ કે, આવા કપડાં ભીના થાય ત્યાર બાદ ભારે બની જાય છે અને આને કારણે તમને અગવડ ઉપરાંત, પૂલમાં જોખમ પણ ઉદ્ભવી શકે છે.
એક બાબતનું અવશ્ય ધ્યાન રાખવું કે, સ્વિમિંગ સૂટને વૉશિંગ મશીનમાં અન્ય કપડાની જેમ ન ધોવું. સ્વિમિંગ પૂલની મઝા માણ્યા બાદ ઘરે આવીને એક ડોલમાં વિનેગર સોલ્યુશન (Vinegar) પાણીમાં ઉમેરીને એમાં સ્વિમિંગ સૂટ બોળી રાખવો અને પછી સાદા પાણીથી હાથેથી ધોઇ લેવો.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: સંતરાની છાલથી બનાવો ઘરગથ્થુ ફેસપેક…એને લગાવવાથી વધી જશે તમારી ત્વચાનો નિખાર..!
આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!
આ પણ વાંચો: શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક…
