sports news/ ક્રિકેટના ઈતિહાસનો સૌથી શરમજનક રેકોર્ડ! એક જ દિવસમાં 3 વાર આઉટ થયો આ પાકિસ્તાની ખેલાડી

શું કોઈ ખેલાડી 24 કલાકમાં 3 વાર આઉટ થઈ શકે? હા, પાકિસ્તાન (Pakistan)ના ઉમર અકમલે 2015માં આ કારનામું કર્યું હતું. પહેલા તે ઈંગ્લેન્ડ સામેની T20 મેચમાં આઉટ થયો, ત્યાર બાદ સુપર ઓવરમાં પણ વિકેટ ગુમાવી. આટલું ઓછું હોય તેમ, તે તાત્કાલિક બાંગ્લાદેશ ગયો અને ત્યાં BPL મેચ રમતા ત્રીજી વાર આઉટ થયો. ક્રિકેટ જગતનો આ સૌથી વિચિત્ર રેકોર્ડ છે.

Trending Sports
Pakistan

Pakistan Match:ક્રિકેટમાં ક્યારે શું થાય તે કોઈ કહી શકતું નથી. અહીં એક જ બોલ પર હાર-જીત નક્કી થાય છે અને રોજ નવા રેકોર્ડ બને છે. સચિન તેંડુલકર કે વિરાટ કોહલીના રેકોર્ડ્સ તો બધાને યાદ હોય છે, પરંતુ અમુક રેકોર્ડ્સ એવા હોય છે જે કોઈ ખેલાડી પોતાના નામે કરવા ઈચ્છતો નથી.

આવો જ એક ‘અણગમતો રેકોર્ડ’ પાકિસ્તાન (Pakistan) ના વિકેટકીપર-બેટ્સમેન ઉમર અકમલના નામે છે, જે એક જ દિવસમાં (24 કલાકમાં) ત્રણ અલગ-અલગ ઇનિંગ્સમાં આઉટ થયો હતો!

ઘટના ક્યારની છે? (30 નવેમ્બર, 2015)

આ ઘટના વર્ષ 2015 ની છે. શારજહાંના મેદાન પર પાકિસ્તાન (Pakistan) અને ઇંગ્લેન્ડ વચ્ચે T20 મેચ રમાઈ રહી હતી.

પ્રથમ વિકેટ: પાકિસ્તાન (Pakistan) ને જીતવા માટે 154 રનનો ટાર્ગેટ મળ્યો હતો. આ ઇનિંગ્સમાં છઠ્ઠા નંબર પર બેટિંગ કરવા આવેલો ઉમર અકમલ (Umar Akmal)  માત્ર 4 રન બનાવીને પહેલીવાર આઉટ થયો.

pakistan

Pakistan મેચ ટાઈ અને સુપર ઓવરનો ડ્રામા

નસીબજોગે મેચ ટાઈ થઈ અને પરિણામ માટે ‘સુપર ઓવર’ રમાડવામાં આવી.

બીજી વિકેટ: પાકિસ્તાન (Pakistan) ના કેપ્ટન શાહિદ આફ્રિદીએ ઉમર અકમલ પર ભરોસો મૂકીને તેને સુપર ઓવરમાં બેટિંગમાં ઉતાર્યો. જોકે, ઈંગ્લેન્ડના બોલર ક્રિસ જોર્ડનની શાનદાર બોલિંગ સામે અકમલ ટકી ન શક્યો. સુપર ઓવરના છેલ્લા બોલ પર તે ફરીથી બીજીવાર આઉટ થયો. પાકિસ્તાન આ મેચ હારી ગયું.

pakistan

મેદાન બદલાયું પણ નસીબ નહીં (BPL કનેક્શન)

વાર્તા અહીં પૂરી નથી થતી. આ મેચ પૂરી થયાની ગણતરીની કલાકોમાં જ ઉમર અકમલ ફ્લાઈટ પકડીને બાંગ્લાદેશ (ઢાકા) જવા રવાના થયો.

ત્રીજી વિકેટ: ત્યાં તેણે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) માં ‘ચટગાવ વાઈકિંગ્સ’ ટીમ તરફથી મેચ રમી. થાક અને ખરાબ ફોર્મને કારણે તે આ મેચમાં પણ સસ્તામાં ત્રીજીવાર આઉટ થઈ ગયો.

રેકોર્ડ બુકમાં સ્થાન: આમ, 24 કલાકના સમયગાળામાં ઉમર અકમલ કુલ 3 વાર પેવેલિયન ભેગો થયો (એક વાર મેઈન મેચમાં, એક વાર સુપર ઓવરમાં અને એક વાર BPL મેચમાં). ક્રિકેટના ઈતિહાસમાં આવું કરનાર તે વિશ્વનો એકમાત્ર ખેલાડી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: 37 વર્ષની ઉંમરે વિરાટ કોહલી ફરી બન્યો વન-ડેનો ‘કિંગ’, જુઓ ICC નું નવું લિસ્ટ

આ પણ વાંચો: કોણ છે આ ‘છોટા ચીકુ’? વિરાટ કોહલી પણ પોતાના જેવા દેખાતા બાળકને જોઈને ચોંકી ગયો! કહ્યું- ‘ મારો ડુપ્લિકેટ’

આ પણ વાંચો: Virat Kohli આંતરરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારામાં બીજા ક્રમે