jodhpur news/ જોધપુર હાઈવે લોહિયાળ બન્યો! બસ અને ટ્રેલરની ટક્કરમાં અરવલ્લીનું રમાણા રૂપણ ગામ હિબકે ચડ્યું

રાજસ્થાનના જોધપુરમાં બસ અને ટ્રેલર વચ્ચેની અથડામણ (Accident) માં અરવલ્લીના રમાણા રૂપણ ગામના 4 લોકોના મોત થયા છે. 16 લોકો ઈજાગ્રસ્ત.

Top Stories NATIONAL Gujarat India Others
Accident

Jodhpur Bus Accident: ગુજરાતના અરવલ્લી જિલ્લાના રમાણા રૂપણ ગામના રહેવાસીઓ માટે રામદેવરાની યાત્રા લોહિયાળ સાબિત થઈ છે. રાજસ્થાનના જોધપુર-જેસલમેર નેશનલ હાઈવે પર મંગળવારે સાંજે એક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે થયેલી પ્રચંડ અથડામણમાં 4 ગુજરાતીઓના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 16 થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

બાબા રામદેવના દર્શન કરી પરત ફરતા નડ્યો કાળ

અરવલ્લી જિલ્લાના રમાણા રૂપણ ગામના શ્રદ્ધાળુઓ મિની બસમાં સવાર થઈ જેસલમેર બાબા રામદેવના દર્શને ગયા હતા. મંગળવારે સાંજે 4:30 વાગ્યે જ્યારે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે જોધપુરના કેરુ ગામ પાસે મુલાનાડા રોયલ્ટી નાકા નજીક સામેથી આવતા પૂરપાટ ઝડપે ટ્રેલરે બસને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બસના ફુરચા ઉડી ગયા હતા.

Accidentમાં 4ના મોત અને 16 ઘાયલ

ઘટનાની જાણ થતા જ સ્થાનિક ગ્રામજનો અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી, જ્યાં બસમાં ફસાયેલા મુસાફરોને બારીના કાચ તોડીને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ભયાનક Accidentમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે 16 જેટલા ઈજાગ્રસ્તોને સારવાર માટે જોધપુરની મથુરાદાસ માથુર (MDM) હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘાયલોમાં કેટલાક મુસાફરોની હાલત અત્યંત નાજુક છે.

ઉચ્ચ અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા

ગુજરાતી પરિવાર સાથે થયેલા આ મોટા અકસ્માત બાદ જોધપુર જિલ્લા કલેક્ટર ગૌરવ અગ્રવાલ અને કમિશનર પ્રતિભા સિંહ તાત્કાલિક હોસ્પિટલ દોડી ગયા હતા અને ઈજાગ્રસ્તોની સારવાર અંગે સૂચનાઓ આપી હતી. શાસ્ત્રી નગર પોલીસ મથકના અધિકારી ઝુલ્ફિકારે જણાવ્યું કે બસમાં કુલ 20 લોકો સવાર હતા અને તમામ લોકો અરવલ્લીના વતની છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જામનગર નજીક ઠેબા ગામ પાસે કાર પલ્ટી મારતા સર્જાયો ગોઝારો અકસ્માત

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત, 5 મહિલાઓના મોત

આ પણ વાંચો: વૈષ્ણોદેવી સર્કલ પાસે ગમખ્વાર અકસ્માત: ફોર્ચ્યુનર–ST બસની ટક્કરમાં યુવકનું મોત