Gujarat News/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10% EWS અનામતની માગ ઉઠી

સ્થાનિક સ્વરાજ્ય (local body elections)ની ચૂંટણીમાં 10 ટકા EWS અનામત મુદ્દે સરકારને લેખિત રજૂઆત કરવામાં આવશે

Gujarat
Local Body Elections

Gujarat News : ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (local body elections)ઓને લઈને રાજકીય ગરમાવો વધતો જઈ રહ્યો છે. SIRની કામગીરી પૂર્ણ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા લોકલ બોડી ઈલેક્શનની તૈયારીઓ શરૂ થવાની શક્યતા છે. તેવામાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (local body elections)માં 10 ટકા EWS અનામતની માગ સવર્ણ સમાજ તરફથી ઉગ્ર બની છે.

આ મુદ્દે આજે સવર્ણ સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં પાટીદાર, ક્ષત્રિય અને બ્રહ્મ સમાજ સહિત વિવિધ સવર્ણ વર્ગના આગેવાનો હાજર રહ્યા હતા. બેઠકમાં એકસૂરથી આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (local body elections)માં 10 ટકા EWS અનામત અમલમાં મૂકવાની માગ કરવામાં આવી હતી.

109 જાતિઓની સંયુક્ત કમિટી રચવાનો નિર્ણય

બેઠક દરમિયાન 109 જાતિઓની એક સંયુક્ત કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કમિટીમાં દરેક સમાજના પ્રતિનિધિને સ્થાન આપવામાં આવશે. સાથે સાથે સવર્ણ સમાજ દ્વારા ઝવેરી પંચની ભલામણોને યોગ્ય રીતે અમલમાં મૂકવાની પણ સરકાર સમક્ષ માગ કરાશે. આગેવાનોનો આક્ષેપ છે કે ઝવેરી પંચની ભલામણોના અમલમાં ગેરરીતિઓ થઈ છે.

માગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચેતવણી

પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્ય (local body elections)ની ચૂંટણીમાં 10 ટકા EWS અનામત મુદ્દે સરકારને લેખિત રજૂઆત કરવામાં આવશે. તમામ સાંસદો અને ધારાસભ્યોને પણ આ બાબતે રજૂઆત કરાશે. જો માગ સ્વીકારવામાં નહીં આવે તો સવર્ણ સમાજ પરચો બતાવશે તેવી ચેતવણી પણ તેમણે આપી.

તેમણે વધુમાં જણાવ્યું કે, એસટી વિસ્તારોમાં અનામત અમલમાં પણ ખામીઓ સામે આવી છે. રોસ્ટર પદ્ધતિ યોગ્ય રીતે લાગુ થાય અને બ્લોક પ્રમાણે વસ્તી આધારિત અનામત ફાળવણી થાય તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવશે.

આ મુદ્દે ક્ષત્રિય આગેવાન રમજુભા જાડેજાએ જણાવ્યું હતું કે, બેઠકમાં તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા થઈ છે અને EWS અનામતની માગને ક્ષત્રિય સમાજનું સંપૂર્ણ સમર્થન છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં નવેમ્બર સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શક્ય જ નથી તેવો દાવો

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપની નવી ફોર્મ્યુલાઃ જૂના આગેવાનોને મેદાનમાં ઉતારાયા

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા OBC અનામત સુપ્રીમના ચુકાદાનો ભંગ !