MANTAVYA Vishesh/ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા OBC અનામત સુપ્રીમના ચુકાદાનો ભંગ !

રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાખલ કરેલી 27 ટકા OBC અનામતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. તેમા જણાવવામાં આવ્યું છે કે સરકારે અનામત તો આપી, પરંતુ તેના માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી લઈને ઓબીસી અનામત અંગેની ઝવેરી પંચની માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવ્યું નથી. આ કેસની આગળ સુનાવણી પણ થશે તેમ માનવામાં આવે છે.

Mantavya Vishesh

રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં દાખલ કરેલી 27 ટકા OBC અનામતને ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. તેમા જણાવવામાં આવ્યું છે કે સરકારે અનામત તો આપી, પરંતુ તેના માટે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી લઈને ઓબીસી અનામત અંગેની ઝવેરી પંચની માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવ્યું નથી. આ કેસની આગળ સુનાવણી પણ થશે તેમ માનવામાં આવે છે.

આશ્ચર્યની વાત તો એ છે કે હાઇકોર્ટમાં ગુજરાત સરકારે અરજદારની તે વાતને સ્વીકારી લીધી છે કે ઝવેરી પંચની માર્ગદર્શિકાઓનું પાલન કરવામાં આવ્યું નથી, જો કે રાજ્ય સરકારે સામે વળતી દલીલ પણ કરી છે કે પંચને ભલામણોનો અધિકાર છે, પરંતુ તેનો અમલ ક્યાં કેટલા પ્રમાણમાં નક્કી કરવો તે નક્કી કરવાનો સરકારને અધિકાર છે.

મહેસાણાના અરજદાર પથુજી ઠાકોરે હાઇકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં જણાવાયું છે કે રાજ્ય સરકારે સરકારી નોકરીઓમાં જે પ્રકારે અનામત આપવામાં આવે છે, તે રીતે અનામત રાજકીય પ્રણાલિમાં દાખલ કરી છે, જે ખરેખર જુદી જ બાબત છે. નોકરી વસ્તુ જુદી છે અને રાજકારણ વસ્તુ જુદી છે. બંનેનો આધાર પણ જુદો છે. નોકરી વ્યક્તિની આજીવિકા સાથે જોડાયેલી છે, જ્યારે રાજકારણ કંઈ આજીવિકા સાથે જોડાયેલું નથી. તેમા લોકો ઇચ્છે તે ભાગ લઈ શકે છે. તેથી નોકરીના અધિકારને રાજકીય અધિકાર સાથે કઈ રીતે અહીં જોડી દેવામાં આવ્યો તે જ મોટો સવાલ છે.

આ ઉપરાંત રાજ્યના જે-જે વિસ્તારોમાં ઓબીસી વસ્તી 50 ટકાથી પણ વધુ હોય તે વિસ્તારોમાં 27 ટકા ઓબીસી અનામત ચોક્કસ આપવામાં આવે તો તે વાત વાજબી પણ લાગે છે, પરંતુ રાજ્યના બધા જ મતવિસ્તારોમાં 27 ટકા ઓબીસી અનામત લાગુ પાડવામાં આવે તે વાત વાજબી નથી. તે યોગ્ય પણ નથી. આના કારણે સામાન્ય વર્ગ, એસસી અને એસટીની અનામત પર સીધી અસર પડે છે. રાજ્ય સરકાર પાસે વસ્તીનો પૂરેપૂરો ડેટા હોય જ છે. તેથી તે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કયા-કયા વિસ્તારોમાં ઓબીસી વસ્તી 50 ટકાથી વધારે છે તેનું વિશ્લેષણ કરી શકે છે અને તેના આધારે ત્યાં અનામત આપી શકે છે. હવે જે વિસ્તારમાં ઓબીસી વસ્તી માંડ 20થી 30 ટકા હોય તો પછી ત્યાં 27 ટકા ઓબીસી અનામતની જરૂર જ નથી. તેથી ત્યાં આટલી અનામત લાગુ કરવી પણ ન જોઈએ.

પથુજી ઠાકોરે તેમની અરજીમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પોતે સર્વે કરીને પણ નક્કી કરી શકે છે કે રાજ્યના કેટલા વિસ્તારોમાં ઓબીસીની વસ્તી 50 ટકાથી વધારે છે. અનામતની ફાળવણી વસ્તીના પ્રમાણમાં જ કરવી જોઈએ તેવી અમારી માંગ છે. આજે રાજ્યના કેટલાય વિસ્તારોમાં ઓબીસીની વસ્તી સાવ પાંખી છે તો પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ પ્રકારના વિસ્તારોમાં 27 ટકા ઓબીસી અનામતનો અમલ કરવાની કોઈ જરૂરિયાત જ નથી, અરજદારે જણાવ્યું હતું કે આ કંઈ મારી વાત નથી, સુપ્રીમ કોર્ટે પોતે જણાવ્યું છે. આમ રાજ્ય સરકારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 27 ટકા ઓબીસી અનામતનો અમલ કરવા દરમિયાન સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી તેમ જણાવ્યું હતું.

આના પગલે હાઈકોર્ટે પણ અરજદારની અરજીને સ્વીકારીને રાજ્ય સરકારને તેનો જવાબ આપવા જણાવ્યું છે. હાઈકોર્ટે અરજદારની અરજીનું અવલોકન કરતાં જણાવ્યું હતું કે અરજી મુજબ રાજ્ય સરકારની કેબિનેટ સબ કમિટીએ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કર્યા વગર અને ઝવેરી પંચની ભલામણોને ધ્યાનમાં લીધા વગર જ તેનો અમલ કરી દીધો છે. આમ રાજ્ય સરકાર યુનિફોર્મ રિઝર્વેશન લાવી રહી છે. રાજ્ય સરકારના આ યુનિફોર્મ રિઝર્વેશનના કારણે સામાન્ય વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિને ભારે નુકસાન જઈ રહ્યુ છે.

આમ અરજદાર પથુભા ઠાકોરે તેની અરજીમાં ગુજરાત લોકલ લો અમેન્ડમેન્ટ એક્ટ 2023ને હાઈકોર્ટમાં પડકારે છે. આ કાયદાના અમલીકરણને તેમણે સીધો સુપ્રીમ કોર્ટના આદેશોનો ભંગ કરાવ્યો છે. તેની સાથે ઝવેરી પંચના રિપોર્ટનું પણ કોઈ સૂચન ધ્યાનમાં લેવાયું નથી. આશ્ચર્યની વાત તો એ છે કે રાજ્ય સરકારે કમિશનનો રિપોર્ટ પણ જનજાણકારીમાં મૂક્યો નથી. હાઈકોર્ટે પણ જણાવ્યું હતું કે પંચનો રિપોર્ટ માર્ગદર્શક જ કહેવાય, બંધનકર્તા ન કહેવાય પરંતુ સુપ્રીમ કોર્ટની જોગવાઈઓનો ભંગ થયો છે તો રાજ્ય સરકારે તેનો ચોકક્સ જવાબ આપવો પડે. તેથી હાઈકોર્ટે ચૂંટણીપંચ અને રાજ્ય સરકાર બંનેને આ મુદ્દે નોટિસ પાઠવી છે.

આના કારણે આગામી દિવસોમાં 27 ટકા ઓબીસી અનામતનો મુદ્દો ઘોંચમા પડે તો તેની સીધી અસર આગામી વર્ષે યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર પણ પડી શકે છે. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અનામતની 50 ટકા ટોચમર્યાદા રદ થશે તેવી ચીમકી પણ આવી છે, આ સંજોગોમાં આગામી દિવસોમાં 50 ટકાની ટોચમર્યાદાની અંદર રહીને 27 ટકા ઓબીસી અનામત આપવું તે બંને રાજ્યોના શાસકો માટે મોટી વિચારણા માંગી લેતો પ્રશ્ન છે.

ગુજરાતમાં તો હાઇકોર્ટમાં રાજ્ય સરકારે જણાવ્યું છે કે આગામી સુનાવણીઓમાં એડવોકેટ જનરલ આ અરજી સામે દલીલ કરશે. આમ એકબાજુએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે તે બીજી બાજુએ 27 ટકા ઓબીસી અનામતના અમલનો મુદ્દો છે. બીજી બાજુએ સુપ્રીમ કોર્ટે અનામતમાં 50 ટકાની ટોચમર્યાદા ન વટાવવા આપેલી ચીમકી છે. હવે આ વિવાદમાં ગુજરાત હાઇકોર્ટની પણ એન્ટ્રી થઈ છે. આમ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 27 ટકા ઓબીસી અનામતનો મુદ્દો આગામી દિવસોમાં વધુને વધુ પેચીદો બની શકે છે. કમસેકમ કદાચ આ વખતે 27 ટકા ઓબીસી અનામતને લાગુ પાડ્યા વગર ચૂંટણીઓ યોજવી પડે તો પણ આશ્ચર્ય નહી થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ટાટા કેમિકલ્સે કર્યુ દરિયાનું ‘કેમિકલાઇઝેશન’ !

આ પણ વાંચો: અમદાવાદના વાડજમાં રામાપીર ટેકરાના કૌભાંડે RTI એક્ટિવિસ્ટના ‘રામ’ બોલાવી દીધા

આ પણ વાંચો: મેટાની એક ભૂલ અને કરોડો યુઝર્સનો ડેટા ભયમાં મૂકાયો