Mantavya Vishesh: ઈ-મેમો ભર્યો (Traffic E-Challan) નહીં તો હવે વીજળીનું બિલ પણ ભારે પડી શકે છે! હા, સુપ્રીમ કોર્ટ સમક્ષ એવું સૂચન (supreme court e-challan) આવ્યું છે કે ટ્રાફિક ચલણ ન ભરનારા લોકોના બાકી દંડને તેમના વીજળીના બિલ સાથે જોડવાનો રસ્તો વિચારવો જોઈએ. એટલે રસ્તા પર નિયમ તોડ્યો, ઈ-મેમો આવ્યો અને પછી વિચાર્યું કે ‘પછી ભરી દઈશું’… તો હવે આ બેદરકારી તમારા ઘર સુધી પહોંચી શકે છે! કારણ કે કોર્ટ સમક્ષ રજૂ થયેલા આંકડા પ્રમાણે દેશભરમાં આશરે 45 હજાર કરોડ રૂપિયાના ઈ-ચલણની વસૂલાત બાકી છે.
Traffic E-Challan: ઈ-મેમો નહીં ભરો તો વીજળી બિલમાં દંડ?
સવાલ એ છે કે ઈ-મેમો કાપવો સહેલો છે, પણ વસૂલવો કેમ મુશ્કેલ છે? સુપ્રીમ કોર્ટે આ જ મુદ્દે કડક વલણ દર્શાવ્યું છે. કોર્ટનું કહેવું છે કે પોલીસ હજારો-લાખો ચલણ કાઢી શકે, પરંતુ જ્યાં સુધી તેનો દંડ વસૂલાતો નથી ત્યાં સુધી કાર્યવાહી અધૂરી છે. અત્યાર સુધી આશરે 25 હજાર કરોડ રૂપિયા વસૂલાયા છે, એટલે હજુ પણ મોટી (traffic challan india) રકમ બાકી છે. આથી હવે બાકી ચલણ ધરાવતા વાહનો સામે સીધી અસર કરતી કાર્યવાહી અંગે સૂચનો કરવામાં આવ્યા(traffic challan rules) છે.

અને અહીંથી શરૂ થાય છે ઈ-મેમો ન ભરનારાઓની (Traffic E-Challan) મુશ્કેલી! બાકી ચલણ હોય તો વાહનની આરસીનું રિન્યુઅલ અટકાવવું, ડુપ્લિકેટ આરસી ન આપવી, માલિકી ટ્રાન્સફર રોકવી અને વાહનને પરિવહન પોર્ટલ પર બ્લેકલિસ્ટ કરવા જેવા પગલાં સૂચવાયા છે. એટલું જ નહીં, વાહનનું ફિટનેસ સર્ટિફિકેટ અને પીયુસી પણ અટકાવવાનો વિકલ્પ સામે આવ્યો છે. એટલે થોડા સો કે થોડા હજાર રૂપિયાનો મેમો બાકી રાખ્યો હોય અને પછી વાહનના દસ્તાવેજનું કામ પડે, તો મુશ્કેલી વધી શકે છે.
ડ્રાઇવિંગ લાઇસન્સ પર પણ સકંજો કસાઈ શકે છે! કોર્ટ સમક્ષ નવા લાઇસન્સના ઇશ્યૂ પર રોક અને જરૂરી હોય તો પહેલેથી જારી લાઇસન્સને સસ્પેન્ડ (driving licence suspension) કરવા અંગે પણ સૂચન કરવામાં આવ્યું છે. અને જો રસ્તા પર રેન્ડમ ચેકિંગ દરમિયાન વાહન પર લાંબા સમયથી પેન્ડિંગ ચલણ મળી આવે, તો વાહન જપ્ત કરવાની કાર્યવાહીનો વિકલ્પ પણ સૂચવાયો છે. એટલે હવે ‘મેમો તો છે, પછી જોઈશું’ એવી માનસિકતા વાહનચાલકોને ભારે પડી શકે છે.

પણ સૌથી મોટો સવાલ..શું આજથી દરેકનું ઈ-મેમો વીજળી બિલમાં જ જોડાઈ જશે? નહીં, આ વાતને હાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકાયેલા સૂચન તરીકે સમજવી જરૂરી છે; તેનો અમલ કઈ રીતે અને કયા કાયદાકીય માળખા હેઠળ થશે તે સંબંધિત સત્તાવાળાઓની કાર્યવાહી પર નિર્ભર રહેશે. પરંતુ સંદેશ એકદમ સ્પષ્ટ છે…ઈ-મેમો કપાય તો તેને અવગણશો નહીં. કારણ કે દંડ ન ભરવાની કિંમત માત્ર ચલણની રકમ પૂરતી ન રહે, તમારા વાહનના દસ્તાવેજોથી લઈને લાઇસન્સ અને રસ્તા પરની કાર્યવાહી સુધી પહોંચી શકે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ઓવરસ્પીડિંગ સામે ‘ઝીરો ટોલરન્સ’, બ્લેક સ્પોટ પર હવે મળશે સીધો ઈ-મેમો
આ પણ વાંચો: નવસારીમાં લાખોના ખર્ચે લગાવેલા 5 ટ્રાફિક સિગ્નલ શોભાના ગાંઠિયા! પાલિકા-પોલીસના સંકલનના અભાવે યોજના અધ્ધરતાલ
