Sport News : 15 ઓગસ્ટથી શરૂ થનારી શ્રીલંકા સામેની બે મેચની ટેસ્ટ સિરીઝ પહેલાં ભારતીય કેપ્ટન શુભમન ગિલને નેટ્સમાં બેટિંગ કરતી વખતે જમણા અંગૂઠામાં ઈજા થઈ હતી. ટ્રેનિંગ દરમિયાન એક ઝડપી બોલરના બોલથી 26 વર્ષીય ગિલના અંગૂઠા પર વાગ્યું હતું અને તેઓ ભારે પીડામાં જોવા મળ્યા હતા.તેમને તરત જ ટીમના ફિઝિયો દ્વારા સારવાર આપવામાં આવી હતી. ઈજા ગંભીર નહોતી, કારણ કે ગિલ થોડા સમય બાદ ફરીથી બેટિંગ સેશનમાં જોડાયા હતા.
તેમને તરત જ ટીમના ફિઝિયો દ્વારા સારવાર આપવામાં આવી હતી. જોકે, ઈજા ગંભીર નહોતી, કારણ કે ગિલ થોડા સમય બાદ ફરીથી બેટિંગ સેશનમાં જોડાયા હતા.ગિલની ઈજાની ચિંતા અહીં અટકી નહોતી. ટીમના ફિલ્ડિંગ ડ્રિલ્સ દરમિયાન પંજાબના આ ક્રિકેટરે કેચિંગ પ્રેક્ટિસ કરતી વખતે પોતાના જમણા હાથમાં ઈજા પહોંચાડી હતી.સ્લિપ પોઝિશન પર ફિલ્ડિંગ કરતી વખતે ગિલને તાત્કાલિક ટીમના ફિઝિયોએ સારવાર આપી હતી. હાલમાં આ ઈજા કેટલી ગંભીર છે તે અંગે સ્પષ્ટ માહિતી મળી નથી. આ દરમિયાન નવા નિયુક્ત ફિલ્ડિંગ કોચ શુભદીપ ઘોષ પણ સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખતા જોવા મળ્યા હતા.
ભારત શ્રીલંકા XI સામે ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચ રમશે
ટેસ્ટ સિરીઝ પહેલાં ભારતીય ટીમ મેનેજમેન્ટે ત્યાંની પરિસ્થિતિઓ સાથે તાલમેલ બેસાડવા માટે ત્રણ દિવસની પ્રેક્ટિસ મેચ રમવાનો નિર્ણય લીધો છે. શ્રીલંકાની પીચો સામાન્ય રીતે સ્પિન બોલરોને વધુ મદદરૂપ રહે છે, જે ભારતીય ટીમ માટે થોડી ચિંતાનો વિષય છે, કારણ કે તાજેતરના સમયમાં ભારતીય બેટ્સમેનો સ્પિન સામે સંઘર્ષ કરતા જોવા મળ્યા છે.
ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમોએ ભારતને ઘરઆંગણે પણ સ્પિન સામે મુશ્કેલીમાં મૂક્યું હતું. જો શ્રીલંકા સામે પણ ભારતીય ટીમ સ્પિન સામે નિષ્ફળ રહે છે, તો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલમાં પહોંચવાની તેમની આશાઓને મોટો ઝટકો લાગી શકે છે.WTC ફાઈનલમાં પહોંચવાની તેમની આશાઓ પણ લગભગ સમાપ્ત થઈ શકે છે.દરમિયાન, શ્રીલંકાએ પ્રેક્ટિસ મેચ માટે 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમનું નેતૃત્વ સોનલ દિનુષા કરશે.બીજી તરફ, ભારત કોલંબોમાં પોતાના બેટ્સમેનોની કસોટી કરવા ઈચ્છશે. હવે એ જોવાનું રહેશે કે શુભમન ગિલ બેટિંગ કરવા ઉતરે છે કે પછી મોટી ટેસ્ટ સિરીઝને ધ્યાનમાં રાખીને સાવચેતીરૂપ પગલું ભરે છે.આ સિવાય, હાલમાં ટીમના તમામ ખેલાડીઓ પ્રેક્ટિસ મેચ માટે ફિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:Test Cricket માં બનાવ્યો શરમજનક રેકોર્ડ, ટેસ્ટ મેચમાં 11 ખેલાડી 0 પર આઉટ
આ પણ વાંચો:#Cricket/ Ind VS Nz – ગુપ્ટિલ-ટેલરની ધમાકેદાર ઇનિંગ્સનાં આધારે ભારતને મળ્યું 274 રનનું લક્ષ્યાંક
આ પણ વાંચો:#Cricket #T20 #India vs Bangladesh – ભારતને જીત માટે મળ્યો 154 રનનો ટાર્ગેટ
