Gandhinagar News/ ઘોર બેદરકારીનો વ્યાપ વિધાનસભા પહોંચ્યો, કેન્ટીનના ભોજનમાંથી નીકળ્યો વાળ

ગુજરાત વિધાનસભામાં પણ ઘોર બેદરકારીની ઘટના પ્રકાશમાં આવી છે. અમૂલ કેન્ટીનમાં ભોજનમાંથી વાળ નીકળવા અંગે વિધાનસભામાં ગંભીર દાવો કરવામાં આવ્યો છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: ગુજરાતમાં ખાદ્ય ચીજવસ્તુઓમાંથી જીવાત નીકળવાના બનાવો અનેક વખત સામે આવ્યા છે. જો કે, બેદરકાર લોકોની આ રમત હજુ પણ ચાલુ છે. ચોંકાવનારી વાત એ છે કે હવે ગુજરાત વિધાનસભામાં પણ ઘોર બેદરકારીની ઘટના પ્રકાશમાં આવી છે. અમૂલ કેન્ટીનમાં ભોજનમાંથી વાળ નીકળવા અંગે વિધાનસભામાં ગંભીર દાવો કરવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે ગાંધીનગર સ્થિત ગુજરાત વિધાનસભાની અમૂલ કેન્ટીનનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. દાવા મુજબ, એક ગ્રાહકે વિધાનસભાના વીઆઈપી લોન્જમાં અમૂલ કેન્ટીનમાં પુલાવની બે ડીશનો ઓર્ડર આપ્યો હતો. જોકે, થાળીમાંથી વાળ નીકળ્યા બાદ ગ્રાહકે પુલાવ પરત કરી દીધો હતો. તેમ છતાં વિધાનસભાના વીઆઈપી લોન્જમાં પીરસવામાં આવતા ભોજનમાં વાળ નીકળવાનો મામલો ચર્ચાનો વિષય બન્યો છે.

નોંધનીય છે કે રાજ્યમાં ખાદ્ય ચીજવસ્તુઓમાં જીવાત મળી આવવાના કિસ્સાઓ અનેક વખત સામે આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા લોકોના આરોગ્ય સાથે રમત કરનાર અને ઘોર બેદરકારી દાખવનારાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ તે પૂરતું નથી. કારણ કે, આવા કિસ્સા હજુ પણ બની રહ્યા છે. લોકોમાં એવી ચર્ચા છે કે સરકારે આ મામલે કડક પગલાં લેવાની જરૂર છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આણંદની હોસ્ટેલમાં ભોજનમાં નીકળી જીવાત,વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય સાથે થયા ચેંડા

આ પણ વાંચો:કાંકરિયામાં પીઝા ખાતા પહેલા સાવધાન,ભાજીપાઉં એન્ડ નાસ્તા સેન્ટરમાંથી નીકળી જીવાત

આ પણ વાંચો:અમદાવાદમાં રાજપથ રોડ પરના કેફેના ફૂડમાંથી નીકળી જીવાત