પીઝાના ચાહકો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે.કાંકરિયામાં આવેલ સેન્ટરમાંથી જીવાત નીકળતા ચકચાર મચી જવા પામી છે.પીઝા નાના મોટા તમામ લોકોની પ્રિય વાનગી છે. પરંતુ તેની ગુણવત્તા કોઈ ચકાસતું નથી. આ પહેલા ભાજીપાઉં એન્ડ નાસ્તા સેન્ટરમાંથી જીવાત નીકળી હતી.24 કલાકમાં આ અખાદ્ય ખોરાકનો બીજો બનાવ બન્યો છે ત્યારે કાંકરિયામાં દરરોજ હજારો પ્રવાસીઓ આવે છે,અને ત્યાના ભોજનનો સ્વાદ માણે છે. આપને જણાવી દઈએ આ ખરાબ અનુભવ ભાજપના પૂર્વ કોર્પોરેટરને થયો હતો.
હાલની જનરેશનને પીઝા આરોગવા ખુબજ ગમતા હોય છે પરંતુ આ કોઈવાર તેમની માટે ઘાતક પણ સાબિત થઈ શકે છે. આપણે મોટા ભાગે જમવા માટે ફાઇવસ્ટાર હોટલ ચુઝ કરતાં હોઈએ છીએ પરંતુ ઘણી રેસ્ટોરન્ટ્સ તે પ્રમાણે સારું ભોજન પ્રોવાઈડ નથી કરતી,ત્યારે હાલ અમદાવાદમાં ફરી એકવાર પીઝા માંથી જવાત નીકળવાની ઘટના સામે આવી છે.જે જોઈને લોકો ગુસ્સે ભરાયા હતા. આવું ફૂડ સ્વાસ્થ્યને ખુબજ નુકશાન પહોંચાડે છે . ભાજપના પૂર્વ કોર્પોરેટરને આ ખરાબ અનુભવ થતા રોષ ઉભો થયો હતો, ત્યારે હેલ્થ વિભાગ ફક્ત નોટિસો અને સીલિંગ જ કરે છે કે પછી એક્શન પણ લે છે તેવા સવાલો ઉભા થયા હતા.
આ પણ વાંચો:બોગસ સ્પોન્સરશીપ સર્ટિફિકેટના આધારે પ્રવેશ મેળવનારા 9 ઓફિસરો ટર્મિનેટ
આ પણ વાંચો:વડોદરામાં ગેસ સપ્લાય કરતી ગાડીમાં ગેસ લીકેજની ઘટના, રસ્તો કરાયો બંધ
આ પણ વાંચો:બાળકી પર દુષ્કર્મ કરી હત્યા કરનારા ગુનેગારને કોડીનાર કોર્ટે ફટકારી ફાંસીની સજા
