Vadodara News/ વડોદરામાં ગેસ સપ્લાય કરતી ગાડીમાં ગેસ લીકેજની ઘટના, રસ્તો કરાયો બંધ

ગુજરાતમાં આજે મોટો કાંડ સર્જાતા સર્જાતા રહી ગયો છે. હવે વાહન ચલાવતી વખતે વધુ તકેદારી રાખવી પડશે તેવી ઘટના વડોદરામાં બની હતી. શહેરમાં આજે………

Top Stories Gujarat Vadodara

Vadodara News: ગુજરાતમાં આજે મોટો કાંડ સર્જાતા સર્જાતા રહી ગયો છે. હવે વાહન ચલાવતી વખતે વધુ તકેદારી રાખવી પડશે તેવી ઘટના વડોદરામાં બની હતી. શહેરમાં આજે સવારે સીએનજી સપ્લાય કરતી ગાડીમાં ગેસ લીકેજની ઘટના સર્જાઈ હતી. ઘટના સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. વાહન ચાલકે સમયસૂચકતા વાપરી ગાડીને રોકી દીધી હતી અને ફાયર બિગ્રેડને જાણ કરી હતી તેમજ કોઈ દુર્ઘટના ન સર્જાય માટે રસ્તો બંધ કરી દેવાયો હતો. શહેરમાં મોટા મોટા ખાડાઓ પડી જતા પાઈપલાઈન ફાટી ગઈ હતી, પરિણામે ગેસ લીકેજ થયો હતો તેમ જાણવા મળ્યું છે.

લીકેજ બંધ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં સવારે 7:30 વાગ્યે સીએનજી સ્ટેશન ઉપર સપ્લાય કરતી સીએનજી ગેસ ભરેલી ગાડી પસાર થઈ રહી હતી. આ સમયે સીએનજી ગાડીની પાઈપ ફાટી જતાં ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ડ્રાઈવરે ગેસ લીકેજ થવાનો મોટો અવાજ સાંભળીને તુરંત જ ગાડી અટકાવી દીધી હતી. વડીવાડી ફાયર બ્રિગેડને જાણ કરી ફાયર ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અડધા કલાકની જહેમત બાદ ગેસ લીકેજ થતો અટકાવ્યો હતો. જોકે, કોઈ જાનહાનિ થઈ નહોતી.

માહિતી મુજબ, સીએનજીની ગાડી ઇલોરા પાર્ક ખાતે આવેલા વડોદરા ગેસ સ્ટેશનથી ગેસ ભરીને અન્ય ગેસ સ્ટેશન પર ગેસ પહોંચાડવા માટે જઈ રહી હતી. દરમિયાન ગાડીમાં ગેસ લીકેજ થતા ગાડીને પરત વડોદરા ગેસ સ્ટેશન ખાતે મોકલી આપવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં ભારે વરસાદ, વહીવટી તંત્ર ‘પાણી’માં

આ પણ વાંચો:હવામાન વિભાગે કરી આગાહી, ‘આ’ જીલ્લાઓમાં છે રેડ એલર્ટ

આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ, લુણાવાડા થયા જળબંબાકાર, જાણો કેટલો વરસાદ ખાબક્યો

આ પણ વાંચો:ભારે વરસાદથી ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ