Not Set/ પીએમ મોદીએ નેશનલ પોલીસ મેમોરિયલ રાષ્ટ્રને કર્યું સમર્પિત, જવાનોની શહીદીને યાદ કરતા થયા ભાવુક

નવી દિલ્હી, ૨૧ ઓક્ટોબરના રોજ દર વર્ષે નેશનલ પોલીસ દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે આ ખાસ અવસરે પીએમ મોદીએ રવિવારે નેશનલ પોલીસ મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું. આઝાદી બાદ પોલીસના જવાનોને આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાન સમ્માનના અવસરે તેઓએ આ મેમોરિયલ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે. #WATCH: PM Narendra Modi remembers NDRF and SDRF jawans on National […]

Top Stories India Trending

નવી દિલ્હી,

૨૧ ઓક્ટોબરના રોજ દર વર્ષે નેશનલ પોલીસ દિવસ તરીકે મનાવવામાં આવે છે, ત્યારે આ ખાસ અવસરે પીએમ મોદીએ રવિવારે નેશનલ પોલીસ મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું. આઝાદી બાદ પોલીસના જવાનોને આપવામાં આવેલા સર્વોચ્ચ બલિદાન સમ્માનના અવસરે તેઓએ આ મેમોરિયલ રાષ્ટ્રને સમર્પિત કર્યું છે.

આ ખાસ કાર્યક્રમ દરમિયાન તેઓએ કહ્યું, “દેશના દરેક રાજ્યમાં, દરેક પોલીસ સ્ટેશનમાં, દરેક પોલીસ સ્ટેશનમાં તૈનાત, રાષ્ટ્રની દરેક સંપત્તિમાં જોડાયેલા સાથીઓ, રાહત બચાવના કામમાં લાગેલા જવાનો, હું તમને બધાને શુભકામનાઓ પાઠવું છું. જો કે આ પોલીસ જવાનોની શહીદીને યાદ કરતા વડાપ્રધાન મોદી ભાવુક પણ થયા હતા.

આ ઉપરાંત પીએમ મોદીએ કોઈ વિકટ પરિસ્થિતિમાં તૈનાત રહેતા NDRF (નેશનલ ડીઝાસ્ટર રેસ્પોન્સ ફોર્સ)ના જવાનોના શૌર્યને યાદ કરતા એલાન કરતા દર વર્ષે નેતાજી સુભાષ ચંદ્ર બોષની જયંતી (૨૩ જાન્યુઆરી)ના રોજ તેઓના નામથી જવાનોને સન્માનિત કરવામાં આવશે.

પીએમ મોદીએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ સેવા અને સર્વોચ્ચ બલિદાનને યાદ કરવા માટે છે. પોલીસ સ્મૃતિ દિવસ એ વીર પોલીસના જવાનોની ગાથાનું સ્મરણ છે જેઓએ લદ્દાખની બરફવાળા પહાડો પર પ્રથમ રક્ષા પંક્તિના રૂપમાં કામ કર્યું હતું”.

આ ઉપરાંત તેઓએ આઝાદી થી લઇ અત્યારસુધીમાં કર્તવ્યના પાથ પર ચાલતા જીવન ન્યોછાવર કરનારા જવાનોને નમન પણ કર્યું હતું.

ભાષણ આપતા પીએમ મોદી થયા ભાવુક

નેશનલ પોલીસ મેમોરિયલના ઉદ્ઘાટન બાદ પોતાના ભાષણમાં વડાપ્રધાન  ભાવુક થયા હતા. આ સમયે તેઓએ દેશના તમામ રાજ્યોમાં તૈનાત જવાનો, પેરા મિલીટ્રીના જવાનો, કાશ્મીરજેવી જગ્યાઓ પર આતંકવાદથી લડી રહેલા જવાનો તેમજ સંકટની પરિસ્થિતિમાં NDRFના જવાનોને યાદ કર્યા હતા.

મહત્વનું છે કે, ૨૧ ઓક્ટોબરના રોજ દર વર્ષે નેશનલ પોલીસ દિવસ તરીકે માનવામાં આવે છે. વર્ષ ૧૯૫૯માં લદ્દાખમાં ચીનના સૈનિકોના હુમલામાં શહીદ થયેલા પોલીસના ૧૦ જવાનોની યાદમાં આ ખાસ અવસરનું આયોજન કરવામાં આવે છે.