આજે સમગ્ર દેશમાં હવામાનમાં સતત ઉતાર-ચઢાવ યથાવત છે. ચોમાસાની સક્રિયતાઓ ઘટ્યા બાદ દેશના રાજ્યમાં ભારે વરસાદની તીવ્રતામાં ઘટાડો થયો છે. હવામાન વિભાગ (IMD) અનુસાર, ચોમાસું હજી ગયું નથી, જોકે તેની સક્રિયતામાં ઘટાડો થયો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાતી હવામાન પ્રણાલી સક્રિય થઈ રહી છે. જેના કારણે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા નજીક બંગાળની ખાડીમાં લો પ્રેશરનું ક્ષેત્ર બન્યું છે.
Daily Weather Briefing (Hindi) 19.09.2023#imd #weatherupdate #india #Bengal #Saurashtra #kutch #heavyrainfall #monsoon #weatherupdate #Odisha #Jharkhnad #Odisha
YouTube : https://t.co/FgqdebwXf6
Facebook : https://t.co/jYivSLfPRu@moesgoi @DDNewslive @ndmaindia @airnewsalerts pic.twitter.com/kpyIiIJcnc— India Meteorological Department (@Indiametdept) September 19, 2023
હવામાન વિભાગ (IMD) અનુસાર,આ કારણે આજે પણ દેશના ઘણા ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ અને કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. જેના કારણે ઉત્તર-પૂર્વ ભારત, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિત અનેક સ્થળોએ ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે દિલ્હી-NCRમાં વાદળોની અવરજવર વચ્ચે આજે હળવો વરસાદ એટલે કે ઝરમર ઝરમર વરસાદ પડવાની શક્યતા છે.
આ સાથે પશ્ચિમ બંગાળ, ઓડિશાના કેટલાક ભાગો, ઝારખંડ, દક્ષિણ રાજસ્થાન, તમિલનાડુ, કેરળ, સૌરાષ્ટ્ર, કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચો: Ganesh Chaturthi 2023/ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે બાપ્પાનું ભવ્ય સ્વાગત,એન્ટીલિયાના ગણપતિ સેલિબ્રેશનનો જુઓ વીડિયો
આ પણ વાંચો: Canada Travel Advisory/ ભારત સાથેના વિવાદ વચ્ચે કેનેડાએ પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી
આ પણ વાંચો: Canada Pm Statement/ વિરાટ કોહલી અને BoAt કંપનીએ કેનેડિયન સિંગર સામે ઉઠાવ્યું આ કદમ,જાણો
