આજે એટલે કે 19મી સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસે બાપ્પાની સ્થાપના કરવામાં આવી છે. સામાન્ય લોકોથી લઈને મોટી હસ્તીઓએ બાપ્પાની સ્થાપના કરી છે.આ ખાસ અવસર પર મુકેશ અંબાણીએ તેમના ઘરે એક ભવ્ય ઉજવણીનું પણ આયોજન કર્યું હતું, જેમાં ઘણી મોટી હસ્તીઓએ ભાગ લીધો હતો. હવે આ ઇવેન્ટની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમજ ચાહકોને નીતા અંબાણીના લુકને પણ ખૂબ પસંદ આવ્યો છે.ઐશ્વર્યા રાય તેની પુત્રી આરાધ્યા સાથે એન્ટીલિયા પહોંચી હતી.
#WATCH मुंबई: अभिनेत्री ऐश्वर्या राय बच्चन अपनी बेटी आराध्या बच्चन के साथ गणेश चतुर्थी समारोह में शामिल होने के लिए मुंबई में मुकेश अंबानी के आवास ‘एंटीलिया’ पहुंचीं।#GaneshChaturthi pic.twitter.com/iiPYa8Vswa
— ANI_HindiNews (@AHindinews) September 19, 2023
આ ઈવેન્ટનો નીતા અંબાણીની એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો તે ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો. વાયરલ થઈ રહેલા વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે નીતા અંબાણીએ ખૂબ જ સુંદર કેસરી રંગની સાડી પહેરી છે. તેમણે લીલા રંગની જ્વેલરી સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.આ મર્વ પર અનેક રાજકિય અને બોલીવુડની હસ્તીઓ મુકેશ અંબાણીના ઘર પર પહોંચ્યા હતા. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરે પણ તેમની ફેમિલી સાથે અંબાણીના ઘરે પહોચ્યા હતા
#WATCH महाराष्ट्र: महाराष्ट्र के पूर्व मुख्यमंत्री उद्धव ठाकरे अपने बेटे आदित्य ठाकरे के साथ गणेश चतुर्थी समारोह में शामिल होने के लिए मुंबई में मुकेश अंबानी के आवास ‘एंटीलिया’ पहुंचे।#GaneshChaturthi2023 pic.twitter.com/FrK5sC9fQg
— ANI_HindiNews (@AHindinews) September 19, 2023
હેમા માલિની પણ પોતાની દીકરી સાથે લાલ અને પીળી સાડી પહેરીને ફેસ્ટિવલમાં પહોંચી હતી. આ કાર્યક્રમમાં અનિલ કપૂરે પણ ભાગ લીધો હતો.અંબાણી પરિવારના ગણપતિ ઉત્સવમાં આમિર ખાનની પુત્રી ઇરા ખાન અને પુત્ર જુનૈદ ખાન પણ સામેલ થયા હતા