Rajkot/ કાલથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના શાળાકીય શિક્ષણનો શુભારંભ, 865 શાળાઓ સજ્જ

છેલ્લા આઠ મહિનાથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારી ના કારણે સમગ્ર દેશ સહિત રાજ્યમાં પણ શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ હતી. શાળા અને કોલેજો શરૂ કરવાના નિર્ણય માટે રાજ્ય સરકાર

Top Stories Gujarat
1

છેલ્લા આઠ મહિનાથી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી કોરોના મહામારી ના કારણે સમગ્ર દેશ સહિત રાજ્યમાં પણ શિક્ષણ વ્યવસ્થા ખોરવાઈ હતી. શાળા અને કોલેજો શરૂ કરવાના નિર્ણય માટે રાજ્ય સરકાર તેમજ શિક્ષણવિદો વચ્ચે વારંવાર ચર્ચા મંત્રણા થઇ રહી હતી તેની વચ્ચે તારીખ 11 જાન્યુઆરી ધોરણ-10 અને ધોરણ-12ની સ્કૂલો શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે, ત્યારે રાજકોટ જિલ્લાની 895 શાળાઓમાં ધોરણ 10 અને ધોરણ 12ના મળીને કુલ 88,000 વિદ્યાર્થીઓનો અભ્યાસ શરૂ થવા જઇ રહ્યો છે. આ અભ્યાસમાં શનિ અને રવિવારની પણ રજા રાખી અને શિક્ષણ કાર્ય ચાલુ રાખવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ.કૈલા એ સંચાલકોને અપીલ કરી છે.

Few Expect NH Students Will Practice Social Distancing at School – NECN

Republic day / 26 જાન્યુઆરીએ પરેડમાં આ દેશના ભારતીય મૂળના રાષ્ટ્રપતિ બનશે ચ…

રાજકોટ જિલ્લામાં કુલ 48 સરકારી 242 ગ્રાન્ટેડ 605 ચાર જેટલી ખાનગી શાળાઓમાં આગામી 11 જાન્યુઆરી અને સોમવારથી ધોરણ 10 અને ધોરણ 12નો અભ્યાસ શાળાની અંદર શરૂ થવા જઇ રહ્યો છે. આ અભ્યાસ વિદ્યાર્થીઓ ઓનલાઈન નહીં પરંતુ ઓફલાઈન એટલે કે પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા મેળવશે. સોમવારથી શાળામાં પ્રવેશ અભ્યાસ અને છુટતી વખતે ખાસ કોરોના ની ગાઈડ લાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, સેનેટાઈઝર વગેરેના ઉપયોગ સહિતની કાળજી રાખવા માટે્ શાળા સંચાલકોને સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે.

Greenville County Schools discuss possible options for social distancing in  the fall | Local Only | foxcarolina.com

VALSAD / ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલની રકતતુલા યોજાઈ…

આ ઉપરાંત શાળામાં પ્રવેશ સમયે વિદ્યાર્થી શિક્ષક અને શાળામાં પ્રવેશ કરતા તમામ લોકોને થર્મલ ગનથી તાપમાન ચકાસવા અને કોઈને પણ કોરોનાના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર પર સારવાર ઉપલબ્ધ કરાવવા માટે સૂચિત કરી દેવામાં આવ્યા છે. આ વિદ્યાર્થીઓમાં કોરોના નું સંક્રમણ ન ફેલાય તેની ખાસ કાળજી રાખવા ઉપરાંત શાળાની અંદર સરકારની એસઆરપી નું પાલન થાય છે કે કેમ તે કે ચકાસણી કરવા માટે લોકોની 28 ટીમો તૈયાર કરવામાં આવી છે જે તમામ શાળાની અંદર સરકારની એસઆરપી નું પાલન થાય છે કે કેમ તે અંગે ચકાસણી કરશે અને યથા યોગ્ય પગલાં ભરશે.

ceasefire / પાકિસ્તાને ફરી કરી નફ્ફટાઈ, નૌશેરામાં કર્યું યુદ્ધવિરામનું ઉ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…