@ઉમેશ પટેલ, વલસાડ.
ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર પાટીલ વલસાડ જિલ્લા ની મુલાકાતે આવ્યા હતા ત્યારે વલસાડ ભાજપ યુવા મોર્ચા તેમજ શ્રી સાઈ નાથ ગ્રૂપ દ્વારા યોજવામાં આવેલ રક્ત તુલા કાર્યક્રમ માં સી આર પાટીલે હાજરી આપી હતી.
ભાજપ યુવા મોરચા તથા શ્રી સાઈ નાથ ગ્રૂપ દ્રારા સી આર પાટીલ માટે રક્ત તુલા કાર્યક્રમ યોજ્યો હતો જે 800 થી વધુ રક્ત એકત્રીત થયું હતું કોરોના ની મહામારી માં લોકો ને પડતી રક્ત ની અછત ને ધ્યાન માં લઈ મહા રક્ત મ્હોસવ નું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં આવેલા સી આર પાટીલે કોંગ્રેસ પર પોતાના ભાષણ માં પ્રહારો કર્યા હતા તેમજ વધુ માં જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીમાં ભવ્ય મતે વિજય મેળવાનો દાવો કર્યો હતો અને આ ઇલેશન પહેલા ભાજપ દ્રારા 80 લાખ મેમ્બરોને જોડવાની કામગીરી ચાલી રહી છે 50 લાખ થી વધુ સભ્યોની નોંધણી કરવામાં આવી ચૂકી છે ત્યારે આવનારા દિવસો માં ટાર્ગેટ પૂર્ણ થશે અને ચૂંટણી માં ભવ્ય જીત મેળવીને ભગવો લેહરાવીસુ તેમજ પેજ કમિટી થી થી પાર્ટી મજબૂત બનશે. તેવો દાવો કરી તમામ કાર્યકર્તા ઓને ચૂંટણી જીતવાની તૈયારી કરવા કહ્યું હતું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
