આજકાલ કારમાં સનરૂફ ખૂબ પ્રીમિયમ સુવિધા માનવામાં આવે છે. સનરૂફને થોડા સમય પહેલા ફક્ત લક્ઝરી કારમાં જ ઓફર કરવામાં આવતું હતુ, પરંતુ હવે એવું નથી અને તમે ઓછા બજેટવાળી કારમાં પણ સનરૂફનો લાભ લઈ શકો છો. આજે અમે તમને ભારતમાં એવી જ સસ્તી કારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં કંપની ફીટ સનરૂફ આપવામાં આવી છે.

Tata Nexon
ટાટા નેક્સન સનરૂફ ફિચરવાળી ભારતમાં જોવા મળતી તે સૌથી સસ્તી કાર છે.ટાટા નેક્સનનાં સનરૂફ ટ્રિમ કિંમત 8.36 લાખ રૂપિયાથી શરૂ થાય છે. સન રૂફ મોડેલની વાત કરીએ તો તેમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન અને મેન્યુઅલ ટ્રાન્સમિશન છે.

Honda Jazz
તમને હોન્ડા જાઝમાં સનરૂફ પણ મળે છે. સનરૂફ આ કારના ટોપ સ્પેક્સ ઝેડએક્સ અને ઝેડએક્સ સીવીટીમાં આપવામાં આવી છે. આ વેરિઅન્ટની કિંમત 8.73 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Honda WRV
હોન્ડા સિટી પ્લેટફોર્મ પર તૈયાર થયેલી હોન્ડા ડબ્લ્યુઆરવી એ પ્રીમિયમ એસયુવી છે. આ એક ક્રોસ ઓવર છે. આ કારમાં ઉત્તમ સુવિધાઓ આપવામાં આવી છે. તે પેટ્રોલ અને ડીઝલ એન્જિન સાથે ઉપલબ્ધ છે. આ કારના સનરૂફ મોડેલની કિંમત 9.69 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

Hyundai Venue
હ્યુન્ડાઇ વેન્યૂ સનરૂફ ટ્રીમ્સ 9.57 લાખ રુપિયાની શ થાય છે. સનરૂફ વેરિઅન્ટમાં 1.0 એલ ટર્બો-જીડીઆઈ અથવા 1.5 એલ યુ 2 સીઆરડીઆઇ એન્જિન છે.

Kia Sonet
કિયા સોનેટમાં G1.0 T-GDi પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે 120 PS નો પાવર ઉત્પન્ન કરે છે. સોનેટનું સનરૂફ મોડેલ 9.99 લાખથી શરૂ થાય છે.
