આજનો દિવસ એટલે વર્ષ ૨૦૧૮નો છેલ્લો દિવસ. આજે આખી દુનિયામાં નવા વર્ષનુ સેલિબ્રેશન ચાલુ થઇ ગયું છે. આખી દુનિયા આજના દિવસને New Year Eve રૂપે મનાવે છે.
આખી દુનિયા જો આજના દિવસને સેલીબ્રેટ કરી રહી હોય તો ગૂગલ કેમ બાકી રહી જાય ?
૨૦૧૯ને આવકારવા માટે ગૂગલે એક જોરદાર ડૂડલ બનાવ્યું છે. આ ડૂડલ બે મદનિયું એટલે હાથીના બચ્ચાને બતાવ્યા છે જે નવા વર્ષની રાહ જોઈ રહ્યા છે અને ન્યુ યર ઈવને સેલીબ્રેટ કરી રહ્યા છે.
ડૂડલમાં એક ઘડિયાળ પણ છે જેમાં ૧૨ વાગવામાં માત્ર ૫ મિનીટની જ રાહ છે. મદનિયા ફુગ્ગા સાથે રમી રહ્યા છે. આ ડૂડલ પર ક્લિક કરવાથી તમને દુનિયાભરમાં નવા વર્ષનું સ્વાગત કેવી રીતે કરવામાં આવે છે તેને સંબંધિત દરેક માહિતી મળી જશે.
કેવી રીતે થાય છે સેલિબ્રેશન
દુનિયાભરના લોકો જોશ અને ઉત્સાહ સાથે નવા વર્ષનું સ્વાગત કરે છે. દુનિયાભરમાં ૧૨ વાગતાની સાથે આકાશમાં આતશબાજીઓ થાય છે.
દુનિયાભરમાં ૧૨ વાગ્યાનો સમય અલગ હોવાથી ૨૪ વખત નવા વર્ષનો ઉત્સવ મનાવવામાં આવે છે. આમ ૩૧ ડીસેમ્બરથી આ જશ્ન ચાલુ થાય છે જે ૧ જાન્યુઆરી સુધી ચાલે છે.
