Junagadh News: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે જૂનાગઢની પ્રતિષ્ઠિત બહાઉદ્દીન કોલેજ પહોંચ્યા છે.125 વર્ષથી વધુનો ભવ્ય ઇતિહાસ ધરાવતી કોલેજમાં તેમનું આગમન વિદ્યાર્થીઓ, શિક્ષકો અને સ્થાનિક નાગરિકો દ્વારા ભારે ઉત્સાહ સાથે થયું. આ કાર્યક્રમમાં સ્થાનિક સંતોએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું, જેમાં રાજ્યના મંત્રીઓ કૌશિક વેકરિયા અને પ્રદ્યુમન વાજા પણ હાજર રહ્યા હતા.
સાધુ-સંતો દ્વારા મુખ્યમંત્રીનું કરવામા આવ્યું સન્માન
કોલેજ પરિસરમાં પ્રવેશતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું પરંપરાગત રીતે જૂનાગઢના અગ્રણી સંતો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું. સંતોએ તેમને શાલ, ગુલદસ્તો અને પ્રસાદ આપીને સન્માનિત કર્યા અને શિક્ષણ અને સંસ્કૃતિના સંરક્ષણમાં રાજ્ય સરકારના પ્રયાસોની પ્રશંસા કરી.
મંત્રી કૌશીક વેકરીયા, પ્રદ્યુમન વાજા ઉપસ્થિત
કોલેજની 125મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા સમારોહમાં, મુખ્યમંત્રીએ એક નવા સ્મારકનું ઉદ્ઘાટન કર્યું. આ સ્મારક કોલેજના ઐતિહાસિક વારસા, તેના NAAC B++ ગ્રેડ અને તાજેતરમાં પ્રાપ્ત થયેલા “આદર્શ કોલેજ” દરજ્જાનું પ્રતીક છે.
આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી કૌશિક વેકરિયા અને ઉદ્યોગ મંત્રી પ્રદ્યુમન વાજાની હાજરી શૈક્ષણિક અને ઔદ્યોગિક વિકાસ વચ્ચેના તાલમેલને ઉજાગર કરે છે. મુખ્યમંત્રી થોડી વારમાં મુખ્યમંત્રી સભાને સંબોધશે.
આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે જૂનાગઢના પ્રવાસે, સરદાર પટેલની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી
આ પણ વાંચો: ખેડૂત આક્રોશનો ફાયદો લેવા AAP પછી હવે કોંગ્રેસ મેદાનમાં
આ પણ વાંચો: ગુજરાતની ‘વનબંધુ કલ્યાણ યોજના’થી ખેતીનું ચિત્ર બદલાયું…’લિફ્ટ પાઇપલાઇન ટેક્નિક’ આદિવા
