MANTAVYA Vishesh/ ખેડૂત આક્રોશનો ફાયદો લેવા AAP પછી હવે કોંગ્રેસ મેદાનમાં

ખેડૂતોની નારાજગીના આ ફાલને રોકડિયા પાકમાં પરિવર્તીત કરવા રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ખેડૂતોના હામી બનવા માટે જાણે રાજકીય પક્ષો વચ્ચે સ્પર્ધા ચાલી છે. વિપક્ષમાં આમ આદમી પાર્ટી પોતે ખેડૂતોના હામી હોવાનો દમ ભરી રહી છે, બીજી બાજુએ વર્ષો જૂની કોંગ્રેસ પણ ખેડૂતોના હિતાર્થી હોવાનો દાવો કરી રહી છે.

Mantavya Vishesh

કમોસમી વરસાદ પડતાં ખેડૂતોની હાલત ખસ્તા થઈ ગઈ છે, આ કમોસમી વરસાદે શાસક પક્ષ સામેની નારાજગીનો ફાલ ખેડૂતોમાં ઉતાર્યો છે. ખેડૂતોની નારાજગીના આ ફાલને રોકડિયા પાકમાં પરિવર્તીત કરવા રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ખેડૂતોના હામી બનવા માટે જાણે રાજકીય પક્ષો વચ્ચે સ્પર્ધા ચાલી છે. વિપક્ષમાં આમ આદમી પાર્ટી પોતે ખેડૂતોના હામી હોવાનો દમ ભરી રહી છે, બીજી બાજુએ વર્ષો જૂની કોંગ્રેસ પણ ખેડૂતોના હિતાર્થી હોવાનો દાવો કરી રહી છે. આ માટે તેણે આખા સૌરાષ્ટ્રમાં ખેડૂત આક્રોશ યાત્રાનો નિર્ણય કર્યો છે.

આ માટે કોંગ્રેસ અમિત ચાવડાની આગેવાની હેઠળ સૌરાષ્ટ્રમાં ખેડૂત આક્રોશ રેલી કાઢવાની છે. મહત્વની વાત એ છે કે હાલમાં કમોસમી વરસાદના કારણે શાસક પક્ષની સામે ધીમે-ધીમે 2017માં હતી તેવી જ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તેમા પણ શાસક પક્ષ સહાય પેકેજ જાહેર કરવામાં જેટલો વિલંબ કરશે તેની સ્થિતિ તેટલી જ ખરાબ થશે. તેનાથી વિપરીત વિપક્ષ ખેડૂતોના આ આક્રોશની આગને જેટલી હવા આપશે તેટલી જ સરકાર વિરોધી ઝાળ વધારે ફેલાશે અને તે આગામી ચૂંટણીમાં શાસક પક્ષની વોટબેન્ક રાખ કરી શકે છે.

હાલમાં વિપક્ષ સમજી ગયો છે કે 2017ની જેમ આ વખતે પણ સૌરાષ્ટ્રમાં શાસક પક્ષ પાછો નબળો પડ્યો છે. પક્ષપ્રમુખ પણ નવા-સવા નીમાયા છે, આ સંજોગોમાં તેમને પણ પક્કડ જમાવતા સમય લાગશે. આ સિવાય કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ બગાડતા સરકાર બેકફૂટ પર આવી ગઈ છે. સીએમ પોતે પણ ખેડૂતોના આક્રોશને શાંત પાડવા દોડધામ કરી રહ્યા છે. આ માટે વર્તમાન શાસન અત્યાર સુધીનું અકલ્પનીય પેકેજ જાહેર કરવા સુધી પણ જઈ શકે છે.

કોંગ્રેસે તેના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પણ ખોડલધામથી કરીને સંકેત આપી દીધો હતો કે તે સૌરાષ્ટ્રમાં વાવાઝોડાંની જેમ ફરી વળવા તૈયાર છે. ખેડૂત આક્રોશ યાત્રાને લઈને કોંગ્રેસે તેના દરેક પ્રાદેશિક નેતાને સૌરાષ્ટ્રના બધા 11 જિલ્લામાં મેદાનમાં ઉતાર્યા છે. વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ તુષાર ચૌધરી, બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર, ભૂતપૂર્વ પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહેલ પણ આ યાત્રાનો હિસ્સો બનવાના છે.

ચૂંટણીપ્રચારના શ્રીગણેશ ખોડલધામથી થયા તો યાત્રાનો પ્રારંભ સૌરાષ્ટ્રમાં સોમનાથના મંદિરે દર્શન કરીને શરૂ કરવામાં આવશે. આ યાત્રામાં ખેડૂતોના અવાજને વાચા આપવામાં આવશે. કોંગ્રેસે જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે વધુને વધુ ખેડૂતો તેની સાથે જોડાશે અને કોંગ્રેસ પોતે ખેડૂતોનો અવાજ બનશે.

આ જિલ્લાઓમાં દરેક ગામડાઓ જે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત છે ત્યાંથી આ યાત્રા પસાર થવાની છે. આ યાત્રાની સાથે-સાથે જે-જે જિલ્લાઓમાં આ યાત્રા પસાર થશે ત્યાંના ગ્રામીણ વિસ્તારોમાં જનસભાઓ પણ કરવામાં આવશે. ખેડૂતોના અવાજને વાચા આપવામાં આવશે. ખેડૂતોની તકલીફો સાંભળવામાં આવશે. કોંગ્રેસ-ખેડૂત સંવાદ કરવામાં આવશે. આ રીતે દરેક ગામડામાં ખેડૂતોની તકલીફોની મળેલી વિગતોની પછી સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

કોંગ્રેસનો દાવો છે કે આમ આદમી પાર્ટી ફક્ત ખેડૂતોના હિતેષી હોવાનો દાવો કરે છે, પરંતુ ખેડૂતોની ચિંતા ખરેખર જો હોય તો તે કોંગ્રેસના છે.  આમ આદમી પાર્ટીએ ખેડૂતલક્ષી એકપણ કામ કર્યા હોય તો તે ગણી બતાવે. પંજાબમાં તેમની સરકાર ખેડૂતો પર ડંડા વરસાવે છે અને આ જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં ખેડૂતોના હિતૈષી હોવાનો દાવો કરે છે. આ બતાવે છે તે તેના ચાવવાના અને દેખાડવાના દાંત જુદાં-જુદાં છે. જ્યારે તેની સામે કોંગ્રેસે ફક્ત ગુજરાતમાં જ જુઓ તો ખેડૂતો માટે કેટલા કામ કર્યા છે. આજે ગુજરાતનો કયો ડેમ છે જે કોંગ્રેસે બનાવ્યો નથી, આવું જ તેણે દેશમાં પણ કર્યુ છે. દેશના લગભગ 95 ટકા ડેમ કોંગ્રેસ દ્વારા બનાવવામાં આવ્યા છે.

આમ છતાં પણ કોંગ્રેસે ક્યારેય વર્તમાન શાસક પક્ષની જેમ ઢંઢેરા પીટ્યા નથી. કોંગ્રેસ ક્યારેય કંઈ ખેડૂતો પર ઉપકાર કર્યો હોય તે રીતે વર્તતી નથી, આ તો તેમને અધિકાર હતો તે અમે તેમને આપ્યો છે. અમારે કરવાનું જ હતુ તે અમે કર્યુ છે. અમે ખેડૂતો માટે પાક. વીમા યોજના લાવ્યા હતા, તે પણ વર્તમાન સરકારે 2020માં બંધ કરી દીધી. ખેડૂતોને ટેકાના ભાવ પણ આપવામાં આવતાં નથી. રાજ્યની હાલની બધી જ એપીએમસી કોંગ્રેસના સમયમાં બનેલી છે, અમારા હૈયે વર્તમાન તંત્રની જેમ ખેડૂતોનું હિત ન હોત તો અમે આમાનું કશું જ કર્યું ન હોત.

કોંગ્રેસે છાતી ઠોકીને જણાવ્યું છે કે અમે સત્તા પર હોઈએ કે વિપક્ષમાં હોઈએ ખેડૂતો માટે અમારા કરતાં વધારે કામ કર્યાનો દાવો કોઈ બીજા રાજકીય પક્ષ કરી બતાવે. અમારા હરીફો પણ અમે જ બનાવેલા બંધનું પાણી પીને અમારી જ ટીકા કરે છે. હવે અમે આ જ પક્ષોને પડકાર ફેંકીએ છીએ કે કોઈ ખેડૂતો માટે અમારા જેટલું કામ તો કરી બતાવે. આમ વિપક્ષે ખેડૂતોના મુદ્દે તંત્ર સામે બાંયો ચઢાવી દીધી છે અને દમખમ બતાવવાનો પ્રારંભ કરી દીધો છે. તેમને હવે ગુજરાતમાં 2017વાળી જેવી કરવાની આશા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય

આ પણ વાંચો: કેબિનેટ પછી હવે શાસક પક્ષના માળખામાં થશે ફેરફાર કે સાફસૂફી!

આ પણ વાંચો: મતદાર યાદી સુધારણા ગુજરાતમાં પાંચ કરોડ મતદારોની ચકાસણી કઈ રીતે થશે તે જાણો!