National News/ સુપ્રીમ કોર્ટના આદેશ છતાં રૂ.5 લાખની નોટિસ? CJI કેમ થયા નારાજ!

CJP Protest Student Notice: વિદ્યાર્થીને ₹5 લાખના બોન્ડની નોટિસ આપવાના મામલે સુપ્રીમ કોર્ટમાં સવાલ ઉઠ્યો. CJI સૂર્યકાંતે કાર્યવાહી અંગે શું કહ્યું? નોટિસ કેમ આપવામાં આવી અને બાદમાં કેમ પાછી ખેંચાઈ? જાણો સમગ્ર મામલો

India Mantavya Vishesh
CJP Protest Student Notice: સુપ્રીમ કોર્ટના આદેશ છતાં રૂ.5 લાખની નોટિસ?

New Delhi News: સુપ્રીમ કોર્ટનો આદેશ એક તરફ… અને નોઈડાના અધિકારીની રૂ.5 લાખની નોટિસ (CJP Protest Student Notice) બીજી તરફ! સવાલ સીધો છે….જો કોર્ટ વિદ્યાર્થીઓ સામે બળજબરીભરી કાર્યવાહી અંગે સ્પષ્ટ નિર્દેશ આપી ચૂકી હોય, તો પછી સ્થાનિક સ્તરે કાયદાનો એવો કયો રસ્તો શોધાયો કે વિદ્યાર્થીને રૂ.5 લાખના બોન્ડની નોટિસ પહોંચી ગઈ? નોટિસ બાદમાં પાછી ખેંચાઈ ગઈ, પરંતુ સવાલને પાછો કોણ ખેંચશે?

CJP Protest Student Notice

આ મામલો કોર્ટમાં પહોંચતા CJI સૂર્યકાંતે (CJI Suryakant) જ સવાલ ઉઠાવી દીધો! CJIનો સીધો સવાલ હતો કે જ્યારે સુપ્રીમ કોર્ટ (Supreme Court) વિદ્યાર્થીઓ સામે બળજબરીભરી કાર્યવાહી અંગે નિર્દેશ આપી ચૂકી છે, તો પછી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશની વિરુદ્ધ જઈને આવી નોટિસ કેવી રીતે આપી શકે? CJIએ તો અહીં સુધી સ્પષ્ટ કર્યું કે કોઈ મેજિસ્ટ્રેટ સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરી શકે નહીં.

આ સમગ્ર મામલો CJP સાથે જોડાયેલા વિરોધ પ્રદર્શન અને તેમાં સામેલ વિદ્યાર્થીઓ સામે થયેલી કાર્યવાહી સાથે સંબંધિત છે.
કેસની શરૂઆત સમજીએ તો, CJPના વિરોધ પ્રદર્શન સાથે જોડાયેલા કેસોમાં સુપ્રીમ કોર્ટે FIR રદ કરી હતી અને વિદ્યાર્થીઓ સામે ભવિષ્યમાં બળજબરીભરી કાર્યવાહી ન કરવા અંગે નિર્દેશ આપ્યો હોવાનો અહેવાલ છે.પરંતુ ત્યારબાદ નોઈડાના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી એક વિદ્યાર્થીને અપાયેલી નોટિસે નવો વિવાદ ઊભો કર્યો.

વિદ્યાર્થી સામે આરોપ, પરંતુ આધાર કેટલો મજબૂત? અક્ષત ત્રિપાઠીનો દાવો છે કે તે લાંબા સમયથી યુનિવર્સિટીમાં હાજર નહોતો અને પ્રદર્શન પહેલાં જ ઘરે પરત આવી ગયો હતો. બીજી તરફ પોલીસનું કહેવું છે કે તપાસમાં તેનું નામ સામે આવ્યું હતું અને તે વિરોધ પ્રદર્શનમાં ગયો હતો. હવે વાત અહીં અટકતી નથી….જો વિદ્યાર્થીની હાજરી અંગે જ બંને પક્ષના વર્ઝન અલગ હોય, તો પછી શરૂઆતમાં રૂ.5 લાખના બોન્ડ સુધી પહોંચવાની ઉતાવળ શા માટે? મંગળવારે અક્ષત ત્રિપાઠીએ વીડિયો જાહેર કરીને કહ્યું હતું કે- હું વિદ્યાર્થી છું. આવી સ્થિતિમાં આટલી મોટી રકમની શરત મારા માટે કેવી રીતે વ્યવહારુ છે?

નોટિસ રદ થઈ એટલે જવાબદારી પણ રદ થઈ ગઈ? કદાચ વહીવટ માટે વાત એટલી સરળ હોય, પરંતુ કોર્ટમાં મામલો પહોંચ્યા પછી સવાલ વધુ મોટો બની ગયો. નોટિસ પાછી ખેંચી લેવાઈ, પણ સુપ્રીમ કોર્ટમાં સવાલ ઊભો થયો કે કોર્ટના આદેશ પછી પણ આવી કાર્યવાહી કેવી રીતે થઈ? એટલે મુદ્દો હવે માત્ર એક નોટિસનો નથી….મુદ્દો એ છે કે કોર્ટનો આદેશ કાગળ પર હતો કે મેદાનમાં પણ તેની અસર હતી?

અહીંથી શરૂ થાય છે અસલી કટાક્ષ! એક વિદ્યાર્થી પાસે રૂ.5 લાખનો બોન્ડ માગવો સરળ છે, પરંતુ એ નોટિસ કયા આધાર પર આપી….તેનો જવાબ આપવો કદાચ એટલો સરળ નથી. શાંતિપૂર્ણ વિરોધ કરનારા વિદ્યાર્થીને ડરાવવાનો આરોપ સાચો છે કે નહીં, એ તપાસનો વિષય છે; પરંતુ જો કાર્યવાહી જ કોર્ટના આદેશ સાથે ટકરાય, તો સવાલ વિદ્યાર્થી કરતાં વધુ સિસ્ટમ પર ઊભો થાય છે.

હવે બોલવાનો વારો અધિકારીઓનો છે. સુપ્રીમ કોર્ટે જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી જવાબ માંગ્યો છે. એટલે હવે જોવાનું એ છે કે રૂ.5 લાખની નોટિસ પાછળ ખરેખર નક્કર આધાર હતો કે પછી કાયદાની કલમનો ઉપયોગ એટલી ઝડપથી થયો કે કોર્ટ સુધી વાત પહોંચી ગઈ. કારણ કે લોકશાહીમાં સવાલ પૂછવો ગુનો નથી….પરંતુ સત્તા પાસે સવાલનો જવાબ આપવાની જવાબદારી ચોક્કસ છે.


આ પણ વાંચો: CJPને મનાવવા સરકારના પ્રયાસો તેજ, પુડુચેરી સુધી પહોંચ્યું પ્રતિનિધિમંડળ

આ પણ વાંચો: CJPનો 5 સપ્ટેમ્બરનો મોટો વિરોધ: અભિજીત દીપકે કહ્યું—“જંતર-મંતર કરતાં પણ મોટું આંદોલન થશે”

આ પણ વાંચો: સોનમ વાંગચુક સાથેના સંબંધો પર CJP પ્રમુખ અભિજિત દીપકેનું નિવેદન; કહ્યું- ‘તે અમારા મેન્ટર છે’