Scam/ SBIના પૂર્વ ચેરમેન પ્રતીપ ચૈાધરીની કરવામાં આવી ધરપકડ,લોન કૈાભાંડનો મામલો

પ્રતીપ ચૌધરી પર 200 કરોડ રૂપિયાની પ્રોપર્ટી 25 કરોડ રૂપિયામાં વેચવાનો આરોપ છે. આ મિલકત ગોદવાન ગ્રુપની હતી. આ જૂથ સમયસર લોન ચૂકવવામાં અસમર્થ હતું

Top Stories India

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના પૂર્વ ચેરમેન પ્રતીપ ચૌધરીની લોન કૌભાંડ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અહેવાલ મુજબ જેસલમેર પોલીસે તેમની દિલ્હી સ્થિત નિવાસસ્થાનેથી ધરપકડ કરી છે. રિપોર્ટ અનુસાર, ગોદવાન ગ્રૂપે 2008માં SBI પાસેથી હોટલ બનાવવા માટે 24 કરોડ રૂપિયાની લોન લીધી હતી. આ સમગ્ર મામલો તેની સાથે જોડાયેલો છે.

રિપોર્ટ અનુસાર, પ્રતીપ ચૌધરી પર 200 કરોડ રૂપિયાની પ્રોપર્ટી 25 કરોડ રૂપિયામાં વેચવાનો આરોપ છે. આ મિલકત ગોદવાન ગ્રુપની હતી. આ જૂથ સમયસર લોન ચૂકવવામાં અસમર્થ હતું, જેના કારણે બેંક દ્વારા તેને સ્થિર કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ અનુસાર, ગોદવાન જૂથની મિલકત  ઓછી કિમતમાં વેચવાનો આરોપ છે . પ્રતિપ ચૌધરીના કાર્યકાળ દરમિયાન તેમણે 2017માં એલકેમિસ્ટ અસીટ રિકન્સ્ટ્રક્શન કંપની (ARC)ને મિલકત વેચી હતી. ત્યારે આ પ્રોપર્ટીની કિંમત 160 કરોડ રૂપિયા હતી. હાલમાં તેની કિંમત 200 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહી છે. ઓછી કિંમતે મિલકત વેચાયા બાદ ગોદવાન જૂથે સમગ્ર મામલે કોર્ટમાં ધા નાખી હતી. ઉલ્લેખનીય છે કે , પ્રતિપ ચૌધરીને SBIમાંથી નિવૃત્ત થયા બાદ અલ્કેમિસ્ટ અસીટ રિકન્સ્ટ્રક્શન કંપની (ARC)ના ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા.