odisha news/ ઈન્સ્ટાગ્રામ પર યુવતીને મેસેજ કરવો પડ્યો ભારે, કોલેજ વિદ્યાર્થીને અપહરણ કરી યુવકોએ ઢોર માર માર્યો

ઓડિશામાં Instagram Messageને લઈને કોલેજ વિદ્યાર્થીનું અપહરણ કરી નિર્દયતાથી મારપીટ કરાઈ. વાયરલ વીડિયો બાદ પોલીસે ગુનો નોંધી આરોપી વિદ્યાર્થીઓની પૂછપરછ શરૂ કરી છે.

India Breaking News
Instagram message

Odisha News: ઓડિશાના કેન્દ્રાપાડા જિલ્લામાં Instagram Messageને લઈને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક કોલેજ વિદ્યાર્થીએ યુવતીને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરતાં તેના પ્રેમી અને તેના સાથીઓએ વિદ્યાર્થીનું કથિત રીતે અપહરણ કરીને નિર્દયતાથી મારપીટ કરી હતી. એટલું જ નહીં, તેને પગે પડી માફી માંગવા માટે પણ મજબૂર કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Instagram Message: યુવતીને મેસેજ કરવો વિદ્યાર્થીને ભારે પડ્યો

આ ઘટના ઓડિશા (Odisha)ના કેન્દ્રાપડા જિલ્લાના રાજનગર વિસ્તારની છે. પીડિત વિદ્યાર્થી મદનપુર કોલેજમાં અભ્યાસ કરે છે અને પોતાના મામાના ઘરે રહીને ભણે છે. આરોપ મુજબ વિદ્યાર્થીએ એક યુવતીને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કર્યો હતો. યુવતીના પ્રેમીને આ વાતની જાણ થતાં તેણે પોતાના મિત્રોને સાથે રાખીને વિદ્યાર્થીને રસ્તામાં રોક્યો હતો. ત્યારબાદ આરોપીઓએ તેની સાથે મારપીટ કરી અને પગે પડી માફી માંગવા માટે દબાણ કર્યું હતું.

વાયરલ વીડિયો બાદ પોલીસ હરકતમાં આવી

ઘટના બાદ પીડિત વિદ્યાર્થીની માતાએ પટ્ટામુન્ડાઈ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે તેમનો પુત્ર કોલેજ ગયા બાદ ઘરે પરત આવ્યો નહોતો. થોડીવાર બાદ ગામના જ એક યુવકે પરિવારને વીડિયો મોકલ્યો, જેમાં કેટલાક યુવકો તેમના પુત્રને માર મારતા જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ (Viral Video)થતાં પોલીસે અપહરણ અને મારપીટનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

પ્રેમપ્રકરણને લઈને થયો વિવાદ

પટ્ટામુન્ડાઈ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના અધિકારીના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં સમગ્ર મામલો પ્રેમપ્રકરણ સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે. પટ્ટામુન્ડાઈ કોલેજનો એક વિદ્યાર્થી પોતાની જ કોલેજની યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. પીડિત વિદ્યાર્થીએ તે યુવતીને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ મોકલતાં યુવતીના પ્રેમીને ગુસ્સો આવ્યો હતો. ત્યારબાદ તેણે પોતાના મિત્રો સાથે મળીને હુમલો કર્યો હતો.

મોટાભાગના આરોપીઓ સગીર, પીડિતની શોધ ચાલુ

પોલીસે વાયરલ વીડિયોના આધારે ત્રણ કોલેજ વિદ્યાર્થીઓ (College Student)ને પૂછપરછ માટે કસ્ટડીમાં લીધા છે. પોલીસના જણાવ્યા મુજબ વીડિયોમાં દેખાતા મોટાભાગના યુવકો સગીર છે. હાલમાં મારપીટનો ભોગ બનેલો વિદ્યાર્થી ક્યાં છે તેની માહિતી મળી નથી. પોલીસનું કહેવું છે કે વિદ્યાર્થી ક્યાંક છુપાયો હોવાનું જાણવા મળ્યું છે અને તેની શોધખોળ ચાલી રહી છે. તમામ આરોપીઓ અને સંબંધિત લોકોના નિવેદન નોંધ્યા બાદ આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો: હરિયાણાના રોહતકમાં BDSની વિદ્યાર્થીની સાથે કરાઈ મારપીટ, આરોપી સામે કાર્યવાહી

આ પણ વાંચો: વડોદરાની બે શાળાઓમાં વિદ્યાર્થીઓ સાથે દુર્વ્યવહારના આરોપ, એક શિક્ષક પોલીસ તપાસમાં તો PT શિક્ષક સસ્પેન્ડ

આ પણ વાંચો: ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસ: 4 વિદ્યાર્થીઓની સજામાં ઘટાડો, નિર્દોષ જાહેર કરાયા નથી – કુલપતિ