Gujarat News/ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ: 8 અને 9 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો એલર્ટ

દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ (Rain)પડી શકે છે

Top Stories Gujarat
રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે 8 અને 9 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ (Rain)ની આગાહી કરી છે

Gujarat News : રાજ્યમાં આગામી બે દિવસ દરમિયાન વરસાદી માહોલ વધુ સક્રિય રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે 8 અને 9 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદ (Rain)ની આગાહી કરી છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનવાના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ રહેશે. દક્ષિણ ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાત સુધી વિવિધ જિલ્લાઓમાં મધ્યમથી ભારે વરસાદ (Rain)પડી શકે છે.

વડોદરા, સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપી જિલ્લામાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ (Heavy Rain)ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ઉપરાંત દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં પણ વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે 8 ઓગસ્ટે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 9 ઓગસ્ટે બનાસકાંઠાના વાવ અને થરાદ વિસ્તાર સહિત ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાંયલો એલર્ટ આપવામાં આવ્યું છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધવાની શક્યતા હોવાથી માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. સાથે જ ભારે વરસાદ અને ગાજવીજ દરમિયાન લોકોને બિનજરૂરી બહાર ન નીકળવા તેમજ જરૂરી સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે.

પ્રશાસને પણ સ્થાનિક તંત્રને સતર્ક રહેવા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સામે જરૂરી તૈયારીઓ રાખવા સૂચના આપી છે.


આ પણ વાંચો : દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદથી હાહાકાર; ગુરુગ્રામમાં ઝાડ પડવાથી કાર દબાઈ

આ પણ વાંચો : દેશભરમાં ફરી સક્રિય થયું ચોમાસું, 19 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ; ઉત્તરાખંડમાં હાઈ એલર્ટ જાહેર

આ પણ વાંચો : ગુજરાતમાં 12 ઓગસ્ટ બાદ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા, જાણો તમારા વિસ્તારમાં કેવું રહેશે હવામાન