Jamnagar News/ ગુજસીટોક હેઠળના કેસમાંથી નામ પરત ખેંચવા જયેશ પટેલની અરજી

સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર 2020ના જામનગરના કેસમાં નવો વળાંક આવ્યો છે જ્યારે આ કેસના મુખ્ય આરોપી જયસુખ ઉર્ફે જયેશ મૂળજીભાઈ રાણપરીયા (પટેલ)એ ગુજસીટોક હેઠળના કેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવા અરજી દાખલ કરી છે.

Gujarat Others Breaking News

Jamnagar News: સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનાર 2020ના જામનગરના કેસમાં નવો વળાંક આવ્યો છે જ્યારે આ કેસના મુખ્ય આરોપી જયસુખ ઉર્ફે જયેશ મૂળજીભાઈ રાણપરીયા (પટેલ)એ ગુજસીટોક હેઠળના કેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લેવા અરજી દાખલ કરી છે. આ સંદર્ભે ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ ભટ્ટની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ અરજીની વિગત મુજબ જામનગરમાં વર્ષ 2020 માં પોલીસ ઈન્સ્પેક્ટર, જામનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (એલસીબી), જામનગર શહેર દ્વારા આરોપી જયસુખ ઉર્ફે જયેશ મૂળજીભાઈ રાણપરીયા (પટેલ) સામે ગુજસીટોક અને આઈપીસીની કલમો હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. અત્રે એ ઉલ્લેખ કરવો યોગ્ય રહેશે કે ઉપરોક્ત કેસનો મુખ્ય આરોપી જયેશ પટેલ હાલ લંડનની જેલમાં છે અને તેને ભારત લાવવા માટે લંડનની કોર્ટમાં તેની સામે પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે અને ભારત સરકારના વકીલ હાજર રહ્યા છે.

લંડનની કોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અમે માત્ર જયેશ પટેલ વિરુદ્ધ છીએ. તેની સામે જામનગરના જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચાર જ કેસ અમે ચલાવવા માંગીએ છીએ. જયસુખ ઉર્ફે જયેશ મૂળજીભાઈ રાણપરીયા (પટેલ) સામે ભારત સરકાર અહીની કોર્ટમાં કેસ ચલાવવા માંગે છે તેવા કેસમાં ગુજસીટોકના કેસનો કોઈ ઉલ્લેખ કે સમાવેશ નથી. આથી ઉપરોક્ત કેસમાં મુખ્ય આરોપી તરીકે જયસુખ ઉર્ફે જયેશ પટેલનું નામ રદ કરવા હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, વર્ષ 2003માં ભારત અને યુનાઇટેડ કિંગડમ વચ્ચે થયેલી સંધિ મુજબ આ પિટિશનમાં જયેશ પટેલ સામે કાર્યવાહી થઇ શકે તેમ નથી. ગુજરાત હાઈકોર્ટે 28 ઓક્ટોબર 2018ના રોજ આ અરજી સ્વીકારી છે. 2024 ના રોજ સુનાવણી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ભારત સરકારના સંબંધિત વિભાગને પણ આદેશ આપવામાં આવ્યો છે કે તે તેના વકીલ દ્વારા સુનાવણી સમયે તેનો જવાબ અથવા પક્ષ રજૂ કરે.

આ કેસની સુનાવણી પહેલા જસ્ટિસ નીરજ દેસાઈ કરવાના હતા, પરંતુ હવે આ કેસની સુનાવણી જસ્ટિસ સંદીપ ભટ્ટ કરશે. આ અરજી જયેશ પટેલ દ્વારા પ્રભાબેન બેચરભાઈ બુસા મારફત ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ રોડ શોમાં પીએમ મોદી-સાંચેઝે વિકલાંગ વિદ્યાર્થીને મળવા માટે કાફલાને રોક્યો

આ પણ વાંચોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં C-295 એરક્રાફ્ટના કોમ્પલેક્સનું ઉદઘાટન કર્યુ

આ પણ વાંચોઃ વડોદરામાં પીએમ મોદી અને સ્પેનના પ્રેસિડેન્ટનો રોડ શો