Vadodara News: ભારતના પ્રથમ લશ્કરી વિમાન C-295નું ઉત્પાદન કરતી ટાટા ફેક્ટરીના ઉદ્ઘાટન માટે વડોદરા આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડા પ્રધાન પેડ્રો સાંચેઝના સ્વાગત માટે યોજાયેલા રોડ શોમાં અનોખો નજારો જોવા મળ્યો હતો. શહેરની વિકલાંગ વિદ્યાર્થીનીને મળવા માટે આ બંને નેતાઓએ તેમનો કાફલો રોક્યો અને નીચે ઉતરીને તેને મળ્યા હતા.
એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દિયા ગોસાઈ સારી ચિત્રકાર છે. તે બંને વડા પ્રધાનોના ફ્રેમવાળા ફોટોગ્રાફ્સ લઈને તેમના પરિવાર સાથે રસ્તાના કિનારે ઊભી હતી અને બંને વડા પ્રધાનોના આગમનની આતુરતાથી રાહ જોઈ રહી હતી. આ દરમિયાન રોડ શોનો કાફલો ત્યાંથી પસાર થઈ રહ્યો હતો અને બંને વડાપ્રધાનોની નજર આ વિદ્યાર્થી પર પડી. જેથી બંને આગેવાનો કાફલાને રોકીને પોતાની ખુલ્લી જીપમાંથી નીચે ઉતરીને વિકલાંગ વિદ્યાર્થીને મળવા ગયા હતા.
બંને નેતાઓએ ભેટ સ્વીકારી
દિયાએ બંને વડાપ્રધાનોને તેના ફોટોગ્રાફ્સની ફ્રેમ્સ આપી હતી. બંને વડાપ્રધાનોએ ભેટ સ્વીકારી અને દિયાને શુભેચ્છા પાઠવી. આ દરમિયાન સાંસદ ડો.હેમાંગ જોષી પણ તેમની સાથે રહ્યા હતા. પીએમ મોદીએ સ્પેનના પ્રમુખ પેડ્રો સાંચેઝ સાથે રોડ શો શરૂ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દિવ્યાંગો પ્રત્યેનો પ્રેમ જાણીતો છે. તેઓ જ્યાં પણ જાય ત્યાં કોઈપણ દિવ્યાંગ હોય તો તેને મળ્યા વગર અટકતા નથી. તેને જઈને ખાસ મળે છે. આ વખતે પણ તેમણે રોડશોમાં પણ દિવ્યાંગ વિદ્યાર્થીનીને જોતાં તેમનો કાફલો રોકાવ્યો હતો.
આ પણ વાંચોઃ પીએમ મોદી અને પેડ્રો સાંચેઝ અંગેના રોડશોને લઈને વડોદરામાં 33 સ્થળોએ ડાયવર્ઝન
આ પણ વાંચોઃ મોડી રાત્રે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજ અને તેમના પત્નીનું વડોદરા એરપોર્ટ પર આગમન
આ પણ વાંચોઃ અમદાવાદના નારોલમાં કેમિકલ લીક થતા 2નાં મોત, 7 કર્મીઓ ગંભીર હાલતમાં