Vadodara News: વડોદરા એરપોર્ટ (Vadodara Airport) પર મોડી રાત્રે સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજ (Spanish PM Pedro Sanchez) અને તેમના પત્નીનું ઉષ્માભર્યુ લોકનૃત્ય ગરબાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજ તાતા એડવાન્સ લિ.ના કાર્ગો પ્લેનના એસેમ્બલી પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે આવ્યા છે. વેલકમ હોટલ પર તેમણે રોકાણ કર્યુ છે. મોડી રાત્રે રાષ્ટ્રપતિના કાફલાને જોવા મોટી સંખ્યમાં ભીડ ઉમટી હતી.
પીએમ મોદી અને સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજ સવારે 10 વાગ્યે ન્યૂ વીઆઈપી રોડ પર તાતા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ કેમ્પસમાં સી-295 એરક્રાફ્ટના એસેમ્બલી લાઈન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. મોડી રાત્રે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવી પણ વડોદરા પહોંચ્યા હતા.
Inicio mi primer viaje oficial a India con el objetivo de relanzar nuestras relaciones bilaterales.
India es un actor clave y una voz muy destacada en la comunidad internacional con quien abordaremos muchos de los desafíos conjuntos que tenemos por delante. pic.twitter.com/rKPB3gZmqK
— Pedro Sánchez (@sanchezcastejon) October 27, 2024
પીએમ મોદી અને રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજનો આજનો કાર્યક્રમ
સવારે 9:45 : હરણી એરપોર્ટ પહોંચશે.
9:45 : એરપોર્ટથી રોડ શો
10:00 : ટાટા એસેમ્બલીનું ઉદઘાટન કરાશે
10:30 : પીએમ નરેન્દ્ર મોદી ભાષણ આપશે
11:00 : લક્ષ્મી વિલાસ પેલેસમાં આગમન કરશે
11:20 : દરબાર હોલમાં સ્પેનના રાષ્ટ્રપતિ અને ડેલિગેશન સાથે એમઓયુ અને દ્વિપક્ષીય મંત્રણા કરાશે
11:30 : ભારત-સ્પેન ડેલિગેશન સાથે ફોટોશૂટ
12:00 : સ્પેનના રાષ્ટ્રપતિ પેડ્રો સાંચેજ સાથે નરેન્દ્ર મોદીનું લંચ…
1:00 : નરેન્દ્ર મોદી ભાવનગર જવા હરણી એરપોર્ટથી રવાના થશે.
Bienvenido a India!
President of the Government of Spain @sanchezcastejon touches down in Vadodara, marking the first visit by a Spanish President to 🇮🇳 in 18 years.
An official visit to elevate 🇮🇳-🇪🇸 relations to new heights. pic.twitter.com/c95RU3ZGj7
— Randhir Jaiswal (@MEAIndia) October 27, 2024
સાંચેઝની મુલાકાત વિશે જાણવા જેવી 7 બાબતો
-
સ્પેનના રાષ્ટ્રપતિ વડોદરા ખાતે C295 એરક્રાફ્ટના ફાઇનલ એસેમ્બલી લાઇન પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. તે ઉડ્ડયન ક્ષેત્રમાં “મેક ઇન ઇન્ડિયા” પહેલનો મુખ્ય ભાગ છે.
-
આ પ્લાન્ટની સ્થાપના ટાટા એડવાન્સ સિસ્ટમ્સ દ્વારા એરબસ સ્પેનના સહયોગથી કરવામાં આવી હતી અને વડાપ્રધાન મોદી ઉદ્ઘાટન સમારોહમાં સાંચેઝ સાથે જોડાશે.
-
સાંચેઝની આ પ્રથમ ભારત મુલાકાત છે જે 18 વર્ષ બાદ થઈ રહી છે.
-
આ ઘટના બાદ, સ્પેનિશ નેતા મુંબઈની મુલાકાત લેશે, જ્યાં સત્તાવાર વ્યસ્તતાઓ ઉપરાંત, તેઓ વેપાર અને ઉદ્યોગના નેતાઓ, થિંક ટેન્ક અને ફિલ્મ ઉદ્યોગ સાથે વાર્તાલાપ કરશે.
-
સાંચેઝ સ્પેન-ઈન્ડિયા કાઉન્સિલ ફાઉન્ડેશન અને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત 4થી સ્પેન ઈન્ડિયા ફોરમને સંબોધિત કરવાના છે.
-
તે ઘણા ફિલ્મ સ્ટુડિયોની પણ મુલાકાત લેશે જ્યાં તે ભારતીય ફિલ્મ ઉદ્યોગની અગ્રણી હસ્તીઓ સાથે વાતચીત કરશે. આ મીટિંગ સાથે, સાંચેઝનો હેતુ ભારતીય અને સ્પેનિશ મીડિયા અને મનોરંજન ઉદ્યોગો વચ્ચે વધુ સહયોગ વધારવાનો છે.
-
દરમિયાન, મુલાકાત દરમિયાન કેટલાક એમઓયુ/ કરારો પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. MEA અનુસાર, સાંચેઝની મુલાકાત ભારત અને સ્પેન બંને માટે વેપાર અને રોકાણ, આઈટી, ઈનોવેશન, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રિન્યુએબલ એનર્જી, સંરક્ષણ અને સુરક્ષા, ફાર્મા, એગ્રો-ટેક અને બાયોટેક, સંસ્કૃતિ, પ્રવાસન સહિત વિવિધ ક્ષેત્રોમાં સંબંધોને મજબૂત કરવાની તક હશે.
આ પણ વાંચોઃરાજકોટ સિવિલ હોસ્પિટલમાં વૃદ્ધાને બહાર મુકવા મામલે બે રેસીડેન્ટ ડોક્ટર સસ્પેન્ડ
આ પણ વાંચોઃરાજકોટમાં 10 લાખની લાંચ માંગનાર મુંબઈના PI સસ્પેન્ડ