અરવલ્લી
અરવલ્લીજિલ્લામાં અગાઉ લાંબા સમયના વિરામ બાદ વરસાદ પડતા ડેમના જળાશયોમાં વરસાદી પાણીની આવક થતા જળાશયોની સપાટીમાં વધારો નોંધાયો હતો. જયારે વૈડી જળાશયમાં વરસાદી પાણીની આવક થઈ હતી.
વાત્રક,મેશ્વો અને માજુમ જળાશયોમાં વરસાદી પાણીની આવક થતા ત્રણેય જળાશયોની સપાટીમાં વધારો નોંધાયો હતો. વાત્રક ડેમની સપાટીમાં 25 સેમીનો વધારો થયો છે.
માજુમ ડેમમાં 2 હજાર ક્યુસેક પાણીની આવક થઇ છે. અરવલ્લી જિલ્લામાં 24 કલાકનો નોંધાયેલ વરસાદ જોઇએ તો માલપુરમાં 99 મીમી,મોડાસામાં 61મીમી,મેઘરજમાં 66મીમી,ભિલોડામાં 48 મીમી,બાયડમાં 46 મી મી,ધનસુરામાં 44 મીમી વરસાદ પડ્યો હતો
અરવલ્લીમાં મુશળધાર વરસાદ પડતા જનજીવન અસરગ્રસ્ત થયું હતું… છેલ્લા 24 કલાકમાં જિલ્લાના માલપુર તાલુકામાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.
આ ઉપરાંત વાત્રક ડેમમાં 24 કલાકમાં 23400 ક્યુસેક પાણીની આવક નોંધાઇ હતી. આમ પાણીની નવી આવકને પગલે ધરતી પુત્રોમાં આનંદ જોવા મળ્યો હતો. તેમજ સર્વત્ર જળબંબાકારની પરિસ્થતિ જોવા મળી હતી.
