નવી દિલ્હી,
લોનમાફી તેમજ વીજળીના વધી રહેલાના ભાવ સહિતની અનેક માંગોને લઈ હજારો ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા છે. “કિસન ક્રાંતિ પદયાત્રા” ના હજારો ખેડૂતો રાજધાની દિલ્હી પહોચવા માટે પ્રયાસો કરી રહ્યા છે.
પોલીસ અને ખેડૂતો વચ્ચે થઇ હિંસક ઝડપ
#WATCH Visuals from UP-Delhi border where farmers have been stopped during 'Kisan Kranti Padyatra'. Police use water cannons to disperse protesters after protesters broke the barricades pic.twitter.com/9KUwKgvrwW
— ANI (@ANI) October 2, 2018
જો કે હાલમાં ઉત્તરાખંડના હરિદ્વારથી શરુ થયેલી ખેડૂતોની રેલીને ગાજીપુર બોર્ડર પર રોકી દેવામાં આવી છે. અ દરમિયાન પોલીસ અને ખેડૂતો વચ્ચે હિંસક ઝડપ પણ થઇ ગઈ હતી. ખેડૂતો દ્વારા કરવામાં આવી રહેલા ઉગ્ર પ્રદર્શનને જોતા પોલીસ દ્વારા લાઠીચાર્જ તેમજ વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
Visuals from UP-Delhi border where farmers have been stopped during 'Kisan Kranti Padyatra'. Police use teargas shells to disperse protesters pic.twitter.com/ZlkodvZc3R
— ANI (@ANI) October 2, 2018
આ ઉપરાંત ખેડૂતોએ જયારે પોલીસ દ્વારા કરવામાં આવેલા બેરિકેટિંગ પાર કરવાની કોશિશ કરતા બંને તરફથી સંઘર્ષ પણ જોવા મળ્યો હતો. આ દરમિયાન ખેડૂતો દ્વારા બેરિકેટિંગ પર ટ્રેક્ટર ચઢાવવાની તેમજ બેરિકેટિંગ ઉઠાવીને ફેંકવાનો પણ પ્રયાસ કરાયો હતો.
સંસદ સુધી વિરોધ માર્ચ કાઢવાની છે યોજના
#Visuals from UP-Delhi border where farmers have been stopped during 'Kisan Kranti Padyatra'. The 'Kisan Kranti Padyatra' has been organized by farmers under the banner of Bharatiya Kisan Union. pic.twitter.com/3c4WqtAQnM
— ANI (@ANI) October 2, 2018
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત ૨૩ સપ્ટેમ્બરના રોજથી હરિદ્વારથી શરુ થયેલી આ રેલી ૨ ઓક્ટોબરના રોજ દિલ્હી સ્થિત રાજઘાટ પહોચવાની હતી, અને ત્યારબાદ સંસદ સુધી વિરોધ માર્ચ કાઢવાની યોજના બનાવવામાં આવી છે.
જો કે આ દરમિયાન ખેડૂતોની રેલીને હાલમાં યુપી-દિલ્હી બોર્ડર પર રોકી દેવામાં આવ્યા છે, પરંતુ ખેડૂતો પોતાની માંગ પર જ અડ્યા છે. બીજી બાજુ પૂર્વી દિલ્હીમાં સુરક્ષાને જોતા ધારા-૧૪૪ પણ લાગુ કરવામાં આવી છે.
છ મહિનામાં ૪ વાર રસ્તા પર ઉતર્યા ખેડૂતો

જોવામાં આવે તો, છેલ્લા છ મહિનામાં જગતનો તાત કહેવાતા ખેડૂતો પોતાની માંગોને લઈ ૪ વાર રસ્તા પર ઉતરી ચુક્યા છે. ખેડૂતો દ્વારા લોનમાફી તેમજ વીજળીના વધી રહેલાના ભાવ સહિતની માંગોને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
ખેડૂતો દ્વારા માંગ કરાઈ રહી છે કે, તેઓ માટે ન્યૂનતમ કમાણી નક્કી કરવામાં આવે તેમજ ૬૦ વર્ષની ઉંમર પછી ખેડૂતો માટે ૫,૦૦૦ રૂપિયા પ્રતિ મહિનાનું પેન્શન આપવું જોઈએ. આ ઉપરાંત પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ફેરફાર કરવા માટે કહેવામાં આવ્યું છે.
