Foodlifestyle/ અખરોટ આ 5 લોકોએ ભૂલમાં પણ ન ખાવા જોઇએ, ગંભીર પરિણામો ભોગવવા પડશે!

અખરોટનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો માટે એ હાનિકારક પણ હોઇ શકે છે. તો આવો જાણીએ, કઇ કઇ વ્યક્તિઓએ અખરોટ ન ખાવા જોઇએ.

Health & Fitness Tips & Tricks Food Trending Lifestyle

Food LifeStyle: અખરોટનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. પરંતુ કેટલાક લોકો માટે એ હાનિકારક પણ હોઇ શકે છે. તો આવો જાણીએ, કઇ કઇ વ્યક્તિઓએ અખરોટ ન ખાવા જોઇએ.

એ તો આપણે સૌ જાણીએ છીએ કે અખરોટ એક એવું ડ્રાય ફ્રુટ છે કે જે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. પણ કહેવાય છે ને કે દરેક વસ્તુના બે પાસાં હોય છે, એક સારું તો બીજું ખરાબ! અખરોટમાં વિટામિન, ફાઇબર, મૅગ્નૅશિયમ તેમ જ ઍન્ટિઑક્સિડન્ટ્સ, વિટામિન ઇ જેવા તમામ ગુણ જોવા મળે છે, જે શરીરને કેટલીયે સમસ્યાઓથી બચાવવામાં મદદરુપ થાય છે. પરંતુ અમુક લોકો માટે એનું સેવન ફાયદા કરતા નુકસાન વધુ પહોંચાડે છે. તો ચાલો જાણીશું, કોણે કોણે અખરોટનું સેવન ન કરવું.

અખરોટ ખાવાના નુકસાન-

1. સ્થૂળતા

જો તમે ડાયૅટ પર છો અને વજન ઓછું કરવા માગો છો, તો અખરોટનું સેવન ન કરો. કારણ કે એમાં કૅલરી અને ચરબીની માત્રા વધુ હોવાથી અખરોટ જો વધારે પ્રમાણમાં ખાવામાં આવે તો એનાથી વજન વધી શકે છે.

2. પથરી

અખરોટમાં ઑક્સાલેટની માત્રા અધિક હોય છે, જે કિડનીમાં પથરીનું જોખમ વધારી શકે છે. એટલા માટે જ પથરીના દર્દીઓએ ભૂલમાં પણ વધુ માત્રામાં અખરોટ ખાવા જોઇએ નહિ.

3. પાચન

અખરોટ સારી એવી માત્રામાં ફાઇબર ધરાવે છે, જેનાથી કેટલાક લોકોને ગૅસ થવો, સોજા આવવા, ઝાડા અથવા પેટદર્દ જેવી પાચનસંબંધી તકલીફો થઇ શકે છે. જો તમારા પેટમાં ગરબડ રહ્યા કરતી હોય તો તમારે ભૂલથી પણ એનું વધુપડતું સેવન ન કરવું.

4. ઍલર્જી

કેટલીક વ્યક્તિઓને અખરોટ ખાવાથી ઍલર્જી થઇ શકે છે, જેમ કે ખંજવાળ આવવી, શ્વાસ લેવામાં તકલીફ થવી તથા એવા અન્ય ઍલર્જી સંબંધિત લક્ષણો હોઇ શકે છે. અખરોટ ખાધા બાદ જો તમને આમાંથી કોઇ પણ લક્ષણ જણાય, તો ઉચિત છે કે તમે એનું સેવન ન કરો.

5. યૂરિક ઍસિડ

યૂરિક ઍસિડની સમસ્યા ધરાવતી વ્યક્તિઓએ ભૂલથી પણ અખરોટનું સેવન ન કરવુ. કારણ કે એમાં પ્રોટીન અને પ્યૂરીન અધિક માત્રામાં હોય છે, જે યૂરિક ઍસિડના સ્તરને વધારી શકે છે, જેથી ગાઉટ(ગાંઠિયો વા) રોગનું જોખમ વધી શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રોમાન્સ દરમિયાન આ વાતોનું ધ્યાન રાખો, સંબંધ નહીં તૂટે

આ પણ વાંચો:ભારતમાં ‘સાયલન્ટ સોલ્ટ એપિડેમિક’! વધુ મીઠાનું સેવન કરવાથી વધી રહ્યું છે રોગોનું જોખમ 

આ પણ વાંચો:ગૅસના કારણે માથું દુ:ખે છે? આ કામ કરવાથી મળશે ત્વરિત આરામ, ફરીવાર માથે નહિ ચઢી જાય ગૅસ