બોલિવૂડનાં સિંઘમ કહેવાતા અજય દેવગન અને કિંગ ખાન શાહરૂખ ખાન ઘણા વર્ષોથી બોલિવૂડમાં કામ કરી રહ્યા છે, પરંતુ આ બંને સ્ટાર્સ આજ સુધી કોઈપણ ફિલ્મમાં સાથે જોવા મળ્યા નથી. જો કે, શાહરૂખ ખાન સાથે અજય દેવગણની પત્ની અને પ્રખ્યાત અભિનેત્રી કાજોલ બોલિવૂડનાં સૌથી હિટ કપલ તરીકે જોવા મળ્યા છે. પરંતુ હવે સિંઘમ અને કિંગ ખાન એક સાથે જોવા મળ્યા છે અને તે બંને પ્રથમ વખત એક એડમાં સાથે જોવા મળ્યા છે.
After may 5 to 6 disaster #ShahRukhKhan give big blockbuster film #vimal add with help of #ajaydevgn 😂😂😂😂 pic.twitter.com/6HWaW7pf0E
— DrRksingh (@devgn_mass) March 20, 2021
એક એડ કંપનીએ આ બંને સ્ટાર્સને પહેલીવાર ઓનસ્ક્રીન લાવવામાં સફળતા મેળવી છે અને તે બંનેનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અજય દેવગણ અને શાહરૂખ ખાન એક જ બ્રાન્ડ માટે પ્રમોશન કરી રહ્યા છે. જણાવી દઇએ કે, હવે અજયની સાથે પાન મસાલાની એક એડમાં શાહરૂખ ખાનનું નામ પણ જોડાઈ ગયું છે. શાહરૂખ પણ આ વખતે અજય સાથે પાન મસાલાની એડ કરતો જોવા મળ્યો છે.
https://twitter.com/YourMasalu/status/1373150327214538753?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1373150327214538753%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fzeenews.india.com%2Fhindi%2Fentertainment%2Fbollywood%2Fshahrukh-khan-will-appear-in-vimal-ad-with-ajay-devgn-trolled-on-social-media%2F869548
https://twitter.com/BeingAksh12/status/1373154553768468480?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1373154553768468480%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.webdunia.com%2Fbollywood-gossip%2Fshahrukh-khan-get-trolled-for-doing-pan-masala-advertisement-with-ajay-devgn-121032100038_1.html
અજય દેવગન પાન મસાલાની એડ કરવા માટે જાણીતા છે અને તેઓ આ એડને લઇને ઘણીવાર ટ્રોલ થઇ ચુક્યો છે. હવે આ એડમાં શાહરૂખ ખાને પણ એન્ટ્રી કરી દીધી છે. જી હા, તમે સાચુ જ સમજ્યા છો, અજય દેવગન અને શાહરૂખ ખાન પાન મસાલાની એક એડમાં સાથે જોવા મળી રહ્યા છે. જો કે હવે આ એડને લઇને લોકો તેમને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. યુઝર્સ સતત ફની મીમ્સ બનાવીને શાહરૂખ ખાન અને અજય દેવગનની ટ્વિટર પર મજાક ઉડાવી રહ્યા છે.
When all director, producer's, and whole Bollywood failed to do so,#vimal make it possible and bring them together.#SRK in #vimal ad pic.twitter.com/sll9PtumP8
— Aftab alvi Siddiqui | آفتاب صدیقی🇮🇳 (@aftabalvi0906) March 20, 2021
After srk join vimal club
Le all adians to srkians now#vimal pic.twitter.com/cbmWGtMka4— Samir Sonawane (@samir_sonawane) March 20, 2021
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
