ભોપાલ,
ચાલુ વર્ષના અંતે મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસ પાર્ટી અન્ય વિપક્ષી પાર્ટીઓના નિશાના પર આવી ગઈ છે. હકીકતમાં, કોંગ્રેસ દ્વારા એક ખાસ ઓફર હેઠળ જો તમે પોતાના ફેસબુક પેજ પર ૧૫ હજાર લાઈક્સ, Twitter પર ૫ હજાર ફોલોઅર્સ અને એક વોટ્સએપ ગ્રુપ ધરાવતા હોય તો તમે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી શકો છો. જો કે મધ્યપ્રદેશ કોંગ્રેસની ખાસ ઓફરના ૬ દિવસ બાદ હવે પાર્ટી દ્વારા યુ ટર્ન લેવામાં આવ્યો છે.

મધ્યપ્રદેશ કોંગ્રેસના મીડિયા કૉર્ડિનેટર નરેન્દ્ર સલૂજાએ જણાવ્યું હતું કે, “પાર્ટી દ્વારા કાર્યકર્તાઓને કહેવામાં આવ્યું હતું કે, આ નિર્ણય વ્યવહારિક નથી અને ઘણી બાધાઓ છે. આ સમયમાં તેઓની માંગ પર કરાયેલા નિર્ણયને પાછો લેવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રદેશ કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયામાં સક્રિય રહેતા કાર્યકર્તાઓને ટિકિટ આપ્યા બાદ ભીતિ સેવામાં આવી રહી હતી કે, આ કારણે પાર્ટીના ઘણા મોટા નેતાઓ અને કાર્યકર્તાઓ ટિકિટની દોડમાંથી બહાર થઇ શકે છે.
બીજી બાજુ ભાજપ દ્વારા કોંગ્રેસના યુ ટર્ન લેવાના મામલે ચુટકી લેવામાં આવ્યું છે. પ્રદેશ ભાજપના નેતા વિશ્વાસ સારંગે જણાવ્યું હતું કે, કોંગ્રેસની જમીની હકીકત વાળી પાર્ટી નહિ પણ હવા હવાઈ પાર્ટી છે. પાર્ટીમાં સામંતવાદીઓનું રાજ છે.
તેઓએ કોંગ્રેસ પર નિશાન સાધતા વધુમાં કહ્યું, “જે હાઈ ફાઈ વાતો કરતા હતા , તેઓને જમીન કે જમીની કાર્યકર્તાઓ સારા લાગતા નથી”.
કોંગ્રેસ દ્વારા આપવામાં આવી હતી આ ખાસ ઓફર
મહત્વનું છે કે, કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી લડવાની ઈચ્છા રાખતા કાર્યકર્તાઓને ટિકિટ આપીને ચૂંટણી લડવાનો અને એમાં સક્રિય રહેવાનો એક પ્લાન બનાવવમાં આવી રહ્યો છે.
Madhya Pradesh Congress Committee (MPCC) writes in a letter to ticket aspirants, 'candidates in upcoming polls must have 15,000 likes on their FB page, 5000 followers on Twitter,& a WhatsApp group of booth-level workers.They must like&retweet every post on MPCC's twitter account' pic.twitter.com/tvrh9aAVJp
— ANI (@ANI) September 3, 2018
કોગ્રેસની આ ખાસ ઓફર હેઠળ જો તમે પોતાના ફેસબુક પેજ પર ૧૫ હજાર લાઈક્સ, Twitter પર ૫ હજાર ફોલોઅર્સ અને એક વોટ્સએપ ગ્રુપ ધરાવતા હોય તો તમે મધ્યપ્રદેશમાં કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી શકો છો.

આ ઉપરાંત ટિકિટ મેળવવા માટે ઈચ્છુક કાર્યકર્તાઓ અને ઉમેદવારોને MPCCના ટ્વિટર એકાઉન્ટમાં દરેક પોસ્ટને રી-ટ્વિટ કરવી પડશે, એમ જણાવવામાં આવ્યું હતું.
