ભારત સહીત દુનિયાભરના દેશો જયારે પોતાના દેશના લોકોનો ડેટા દેશના સર્વરોમાં જ રાખવાની માંગ કરી રહી છે. ત્યારે ફેસબૂક દ્વારા એશિયામાં પહેલું ડેટા સેન્ટર બનાવવાની ઘોષણા કરવામાં આવી છે. આ ડેટા સેન્ટરને સિંગાપુરમાં બનાવવામાં આવશે. એક અરબ ડોલરના ખર્ચે આ ડેટા સેન્ટર ઉભું કરવામાં આવશે.
આ ડેટા સેન્ટરને 1,70,000 વર્ગમીટરના વિસ્તારમાં બનવવામાં આવશે. એની 1.4 અરબ સિંગાપુર ડોલરના ખર્ચે બનાવાશે. ફેસબુકે એક નિવેદનમાં કહ્યું છે કે અમને એશિયામાં ફેસબૂકના પહેલા કસ્ટમ બિલ્ડ ડેટા સેન્ટરની ઘોષણા કરતા ખુશી થાય છે. આથી હજારો નોકરીઓ પેદા થશે, અને સિંગાપુર સહીત પુરા એશિયામાં અમારી ઉપસ્થિતિનો વિસ્તાર થશે.
ફેસબૂકના ડેટા સેન્ટર હાલ, અમેરિકા અને યુરોપમાં છે. ભારતમાં સરકારી કમિટી એ સુનિશ્ચિત કરવાનું કામ કરી રહી છે કે દેશનો ડેટા દેશમાં જ રાખવામાં આવે. વિશ્વબેન્કે હાલમાં જ સિંગાપુરને એશિયામાં વ્યાપાર કરવા માટે સૌથી શ્રેષ્ઠ દેશ દર્શાવ્યો હતો.
