Not Set/ કાશીના મણિકર્ણિકા ઘાટ પર સળગતી ચિતાઓની વચ્ચે સંગીત સંધ્યા અને મોજમસ્તી કેમ ..?

સ્મશાન ઘટમાં ચિતાની નજીક નૃત્ય કરતી છોકરીઓ બીજું કોઈ નહિ પરંતુ સેક્સ વર્કર્સ હોય છે. એટલે કે પહેલા જેને નગરવધુ તરીકે અને પછી તવાયાફના નામે ઓળખવામાં આવતી હતી.

Others Ajab Gajab News Trending

સ્મશાન એટલે જીવનનો અંતિમ પડાવ અને અંતિમ સંસ્કાર. તે જ જીવનનું છેલ્લું સત્ય છે. પણ જરા વિચારો… .જો કોઈ એક સ્મશાનગૃહમાં એક બાજુ ચિતા સળગતી હોય અને સ્મશાનમાં નૃત્ય શરુ કરે અને એ પણ મોટા અવાજ સાથે, તો તમે તેને શું કહેશો? મૌન, ઉદાસીનતા, હતાશાઅને વચ્ચેવચ્ચે ચિતામાં બળતી લાકડીઓના  ચટકવાનો અવાજ. દરેક સ્મશાનનું વાતાવરણ ગમગીન હોય છે.

Manikarnika Ghat Is Thronged By Sex Workers Every Year Where They Perform  The Dance Of Penance

આજે આપણે એક એવા સ્મશાન ગૃહ વિષે વાત કરવા જી રહ્યા છીએ, જ્યાં એક બાજુ ચિતા સળગતી હોયછે અને બીજી બાજુ નૃત્ય્સમાંરોહ ચાલતો હોય છે. જી હા આને આપણે કાશી નગરીની વાત કરવા જી રહ્યા છીએ. કહેવાય છે કે, કાશીમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓને સીધી મુક્તિ મળે છે. વિશ્વનો એકમાત્ર સ્મશાનઘાટ જ્યાં કયારેય ચિતાની અગ્નિ ઠરતી નથી. અહીં 24 કલાક લાશો બળતી રહે છે. પરંતુ જ્યારે સળગતી ચિતાઓની નજીક જયારે નૃત્ય સમારોહ યોજાય છે ત્યારે ….!!! શોકમગ્ન વાતાવરમાં જોરથી વાગતા મ્યુઝીક ઉપર છોકરીઓ નૃત્ય કરે છે. જ્યારે મૃત્યુના મૌન વચ્ચે મનોરંજક નૃત્ય પરિવારજનો માટે આઘાતજનક બની રહે છે.

મણિકર્ણીક ના સ્મશાન ઘાટ માં સળગતી ચિતાઓની પાસે સેક્સ વર્કરો નાચે છે આખી  રાત,જાણો એવું તો શું હશે કારણ... - જાણવા જેવુંપરંતુ કાશીના આ સ્મશાન માટે એક રાત ખૂબ જ ખાસ છે. એક એવી રાત કે જે સ્મશાન માટે આનંદની રાત છે. કારણ કે આ સ્મશાનગૃહમાં આ રાત વર્ષમાં માત્ર એક જ વાર આવે છે. અને તેથી જ આ રાત વર્ષની બાકીની 364 રાતોથી સંપૂર્ણ અનોખી બની જાય છે. આ સ્મશાન માટે આ ઉત્સવની રાત છે. આ એક રાત્રે આ સ્મશાનગૃહમાં એક બાજુ અંતિમ સંસ્કાર થાય છે તો બીજી બાજુ જોરશોરથી વાગતા મ્યુઝીક વચ્ચે સંગીત સંધ્યા પણ યોજાય છે.

કાશીના મણિકર્ણિકા સ્મશાનગૃહમાં સળગતી ચિતાની આસપાસ કેમ નૃત્ય કરે છે સેક્સ  વર્કર્સ ..?

હવે સવાલ એ ઉભો થાય છે કે સળગતી ચિતાઓની વચ્ચે આ સંગીત સંધ્યા અને મોજમસ્તી કેમ ..? શું મૃત્યુ શૈયા પર પણ માનવીને શાંતિ નહિ મળે..? શા માટે કેટલીક છોકરીઓ સ્મશાન ગૃહમાં ચિતા નજીક જોરથી વાગતા સંગીત સાથે નૃત્ય કરી રહી છે?

વર્ષમાં એકવાર, કાશીના મણિકર્ણિકા ઘાટ, ચિતા અને મહેફિલ બંનેનો સાક્ષી બને છે. એ જ મણિકર્ણિકા ઘાટ જે સદીઓથી મૃત્યુ અને મોક્ષનું સાક્ષી છે. ચૈત્ર નવરાત્રીની અષ્ટમીને દિવસે આ સ્મશાન ઘાટ ઉપર ઉજવાય છે આ ઉત્સવ. ઘાટને શણગારવામાં આવે છે. એક એવી મહેફિલનું આયોજન થાય છે જે આનંદ કરતા આશ્ચર્યજનક અને દુ:ખદ વધુ હોય છે.

આ જગ્યાએ વેશ્યાઓ સળગતી ચિતા પાસે આખી રાત નૃત્ય કરે છે, તેની પાછળનું કારણ  જાણી ચોંકી જશો. | Fearless Voice

આ મહેફિલની સત્યતા શું છે

હકીકતમાં સ્મશાન ઘટમાં ચિતાની નજીક નૃત્ય કરતી છોકરીઓ બીજું કોઈ નહિ પરંતુ સેક્સ વર્કર્સ હોય છે. એટલે કે પહેલા જેને નગરવધુ તરીકે અને પછી તાવાયાફના નામે ઓળખવામાં આવતી હતી. અને આજે સેક્સ વર્કર્સ. પરંતુ તેમને ન તો બળજબરીથી અહીં લાવવામાં આવ્યા છે ન તો પૈસાના જોરે બોલાવવામાં આવે છે.

ભારતનું એકમાત્ર સ્મશાન જ્યાં મૃત લોકો પાસેથી પણ વસુલવામાં આવે છે  ટેક્સ…

કાશીના મણિકર્ણિકા ઘાટ પર, મૃત્યુ પછી, મૃતકોને અંતિમ સંસ્કાર માટે લાવવામાં આવે છે, જ્યારે તે જ સમયે, તમામ નગરવધુઓ જીવતેજીવ મોક્ષ પામવાની આશાએ અહીં આવે છે અને નૃત્ય કરે છે. અને આવતા જન્મમાં આ દુ:ખ અને તકલીફ ભર્યા જીવનમાંથી મુક્તિ માંગે છે. તેઓને ખાતરી છે કે જો તેઓ એક રાત આ રીતે નૃત્ય કરે છે, તો પછીના જન્મમાં તેમને આવા કલંક ભર્યું જીવન સહન કરવું નહી પડે.

કાશી: કોરોનાના કારણે તુટી 17મી સદીથી ચાલતી પરંપરા, મહાશ્મશાન પર ન થયું  નગરવધુઓનું નૃત્ય

તેના માટે, તે તેને મુક્તિ મેળવવાનો સમય છે. આ તક વર્ષમાં એકવાર ચૈત્ર નવરાત્રીના આઠમના દિવસે આવે છે. અને આ દિવસે, શહેરની તમામ નગરવધુઓ સ્મશાનની બાજુમાં શિવ મંદિરમાં એકઠા થાય છે અને પછી ભગવાનની સામે નૃત્ય કરે છે. અહીં આવતા તમામ નાગ્ર્વાધુઓ પોતાને ખૂબ જ ભાગ્યશાળી મને છે.

Varanasi,Nagarvadhu,Manikarnika ghat,ritual dance1 - वाह ग़ज़ब

આ પરંપરા સેંકડો વર્ષો જૂની છે

કાશીના આ સ્મશાન ઘાટ પર આ પરંપરા અચાનક શરૂ થઈ ન હતી. તેની પાછળ ઘણી જૂની પરંપરા છે. સ્મશાનના સન્નાટા વચ્ચે સેક્સ વર્કર્સના નૃત્યની પરંપરા સદીયો જૂની છે. માન્યતાઓ અનુસાર, તે સમયના પ્રખ્યાત નર્તકો અને કલાકારોને સેંકડો વર્ષો પહેલા રાજા માન સિંહ દ્વારા બાંધવામાં આવેલા બાબા મશનનાથના દરબારમાં પર્ફોમન્સ માટે આમંત્રણ અપાયું હતું, પરંતુ આ મંદિર સ્મશાન મધ્યે હાજર હોવાથી, તે સમયના ઘણા ટોચના કલાકારોએ તેમની કળા બતાવવા અહીં આવવાનો ઇનકાર કર્યો હતો.

પરંતુ રાજાએ આ નૃત્યનો કાર્યક્રમ આખા શહેરમાં જાહેર કર્યો હોવાથી, તે પોતાની વાતોથી પાછળ હટ્યો નહીં. પણ વાત અહીંથી અટકી ગઈ હતી કે આખરે તેઓ સ્મશાન વચ્ચે નૃત્ય કરવા આવશે કોણ..?

जलती चिताओं के बीच रातभर नगर वधुओं ने किया नृत्य, 365 साल पुरानी है परंपरा  | nagar vadhu dance at manikarnika ghat in varanasi - Hindi Oneindia

આ બધી ગડમથલમાં સમય ઝડપથી પસાર થી રહ્યો હતો. પરંતુ કોઈ પણ કશું સમજી શક્યું નહીં. જ્યારે કોઈએ સમાધાન અંગે વિચાર્યું ન હતું, ત્યારે શહેરની બદનામ શેરીઓમાં રહેતી નગરવધુને આ મંદિરમાં નૃત્ય કરવા બોલાવવાનું નક્કી કરાયું.

ઉપાય કામ કરી ગયો. અને શહેરના લોકો અહીં આવ્યા અને આ સ્મશાન વચ્ચે આવેલા મંદિરમાં નગરવધુએ નૃત્ય કરવાનું નક્કી કર્યું. આ પરંપરા ત્યારથી ચાલે છે.

Nagarvadhu Dance In Varanasi Last Night - Photos : जलती चिताओं के बीच नगर  वधुओं ने सजाई नृत्य की महफिल - Amar Ujala Hindi News Live

સમય જતાં, જ્યારે શહેરની નગરવધુઓનો પરિવેશ બદલાયો અને ત્યારે ફરી એકવાર આ પરંપરા તૂટવાની અણી પર હતી. પરંતુ આજે પણ મુંબઈની બાર ડાન્સરને બોલાવીને આ પરંપરાનું પાલન કરવામાં આવે છે. માત્ર આટલું જ નહીં, પરંપરાને કોઈપણ કિંમતે ચૂક ન થાય, તેના માટે વિશેષ કાળજી પણ લેવામાં આવે છે અને વર્ષના આ ખૂબ જ ખાસ દિવસ માટે ઘણી વ્યવસ્થા કરવામાં આવે છે. આ પ્રસંગને વધુ સફળ બનાવવા માટે પોલીસ-વહીવટીતંત્રના પ્રતિનિધિઓ નિશ્ચિતપણે આ મેળાવડાનો ભાગબને છે. આ પરંપરાના ઊંડા મૂળનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે બનારસ આવતા ઘણા વિદેશી પ્રવાસીઓ આ ખાસ પ્રસંગને જોતા પોતાને રોકી શકતા નથી.

આ ખૂબ જ અનોખી અને આઘાતજનક પરંપરા એટલી જ સાચી છે જેટલી સેક્સ વર્કર્સનું અસ્તિત્વ, જે દર વખતે મુક્તિની શોધમાં અહીં આવે છે.