Lifestyle/ પ્રતિદિન ત્રિફળા ચૂર્ણ ખાવાથી શું થાય? આયુર્વેદ નિષ્ણાત પાસેથી જાણીએ સ્વાસ્થ્ય વિષયક લાભ..!

ત્રિફળા ચૂર્ણ (Trifala Churna) ત્રણ ફળ હરડે, આમળા અને બહેડાથી બનાવવામાં આવે છે. આયુર્વેદ અનુસાર, સ્વાસ્થ્ય લાભ થાય એ માટે આનો સંગમ ઉત્તમ હોય છે…

Trending Food Health & Fitness Lifestyle
Trifala Churna, ત્રિફળા ચૂર્ણ, આયુર્વેદ, સ્વાસ્થ્ય, લાભ

Lifestyle: આજના સમયમાં ખરાબ જીવનશૈલી (Bad Lifestyle), અયોગ્ય ખાણી-પીણી અને તણાવ (Tention)ના કારણે પાચન સંબંધી સમસ્યાઓ સામાન્ય થઇ ગઇ છે. આવા સંજોગોમાં આયુર્વેદ માં જણાવેલો એક પ્રાચીન અને વિશ્વસનીય ઉપાય છે ત્રિફળા ચૂર્ણ! આયુર્વેદ અનુસાર, આ એક બહુધા ઉપયોગી ઔષધિ છે જે આપણા શરીરને અંદરથી સ્વસ્થ બનાવવામાં મદદરુપ થાય છે. ત્રિફળા ચૂર્ણ (Trifala Churna) ત્રણ ફળ હરડે, આમળા અને બહેડા (Harde, Amla and Behda)થી બનાવવામાં આવે છે. આ ત્રણેય ફળ પોતપોતાના ઔષધીય ગુણો (Medicinal properties) વિશે પ્રખ્યાત છે. જ્યારે ત્રણેયને એક સાથે લેવામાં આવે છે ત્યારે એની અસરો વધી જાય છે!

Trifala Churna, ત્રિફળા ચૂર્ણ, આયુર્વેદ, સ્વાસ્થ્ય, લાભ

ગુણકારી આમળાના સ્વાસ્થ્યલાભ

આયુર્વેદમાં આમળાને ‘અમૃતફળ’ (Amritfal, Ayurveda) તરીકે ઓળખવામાં આવે છે. આ ફળના ગુણો એટલા બધા છે કે, એને સુપરફૂડ કહેવામાં આવે છે. ન્યૂટ્રિશનિસ્ટના મતે, આમળા એક દેશી દવા (Desi Medicine) જેવું કાર્ય કરે છે. એમાં એન્ટિઓક્સિડન્ટ્સ, આયર્ન, ફાઇબર ઉપરાંત વિટામિન સી, વિટામિન બી કોમ્પ્લેક્સ, વિટામિન એ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ સહિત અનેક પ્રકારના મહત્વપૂર્ણ પોષક દ્રવ્યો હોય છે.

Trifala Churna, ત્રિફળા ચૂર્ણ, આયુર્વેદ, સ્વાસ્થ્ય, લાભ

ત્રિફળા ચૂર્ણ (Trifala Churna) ના સ્વાસ્થ્ય લાભ આયુર્વેદ અનુસાર જાણીએ

આયુર્વેદ નિષ્ણાતોના મતે, ત્રિફળા ચૂર્ણ (Trifala Churna) વિશેષ રુપે કબજીયાત, સ્થૂળતા, ડાયાબિટીસ (Constipation, obesity, diabetes) ઉપરાંત, નબળી આંખો અને કમજોર ઇમ્યૂનિટી વાળા લોકો માટે વિશેષ ફાયદાકારક છે. વડીલો માટે તો આનું સેવન ઉત્તમ માનવામાં આવે છે કારણ કે, એ શરીરને ધીરે-ધીરે ડિટૉક્સ (Body Detox) કરે છે. સામાન્ય રીતે, રાત્રે સૂતા પહેલા એક ચમચી ત્રિફળા ચૂર્ણ (Trifala Churna) નવશેકા પાણી અને ગરમ દૂધ (Hot Milk) સાથે લેવામાં આવે છે. જો કે ગર્ભવતી મહિલાઓ અથવા ગંભીર બીમારીથી પીડિત લોકોએ (Pregnant women & Patients) ડૉક્ટરની સલાહ લઇને જ એનું સેવન કરવું જોઇએ.

Trifala Churna, ત્રિફળા ચૂર્ણ, આયુર્વેદ, સ્વાસ્થ્ય, લાભ

1. રોગપ્રતિકારક શક્તિ વર્ધક

ત્રિફળામાં ભરપૂર માત્રામાં એન્ટિઑક્સિડન્ટ્સ મળી આવે છે. વિશેષ કરીને આમળામાં હાજર વિટામિન (Vitamin) શરીરની ઇમ્યૂનિટીને વધારે છે તથા ફ્રી રેડિકલ્સ સામે લડવામાં સહાયતા કરે છે. આના સેવનથી કેન્સર (Cancer) જેવી ગંભીર બીમારીઓનું જોખમ પણ ઓછું થઇ શકે છે. બદલાતા મોસમમાં શરદી-ખાંસી (Cold-Cough) અને બહારના વાયરલ તેમજ બેક્ટેરિયલ ઇન્ફેક્શનો (Infections) સામે લડવામાં પણ ત્રિફળા ચૂર્ણ (Trifala Churna)નું સેવન મદદગાર સાબિત થાય છે.

2. પાચન તંત્ર માટે રામબાણ ઉપાય

આયુર્વેદ નિષ્ણાતોના મતે, ત્રિફળા ચૂર્ણ (Trifala Churna)થી કેટલાય રોગોનો નાશ થાય છે અને આ ઔષધિ સ્વાસ્થ્ય (Health) માટે અત્યંત અસરદાર સિદ્ધ થાય છે. કબજીયાત, ગૅસ, એસિડિટી અને અપચા જેવી સમસ્યાઓમાં બેહદ ફાયદાકારક છે. જે લોકોને દરરોજ પેટ સાફ ન થતું હોય અને મળત્યાગમાં તકલીફો રહેતી હોય એમના માટે તો ત્રિફળા એક કુરદતી અને સુરક્ષિત ઉપાય ગણાય છે. એનું નિયમિત સેવન કરવાથી આંતરડાની સફાઇ થાય છે અને કુદરતી હાજત (Defecation)ની ક્રિયા નિયમિત થવાથી તંદુરસ્તી પણ સારી રહે છે!

Trifala Churna, ત્રિફળા ચૂર્ણ, આયુર્વેદ, સ્વાસ્થ્ય, લાભ

3. વાળ અને ત્વચા માટે પણ લાભકારક

ત્રિફળા ચૂર્ણના સેવનથી માત્ર સ્વાસ્થ્ય જ નહિં પણ સુંદરતાની પણ અભિવૃદ્ધિ થાય છે. એ ત્વચા (Skin)ને અંદરથી ડિટૉક્સ કરે છે જેના કારણે ખીલ તથા ઝાંયની સમસ્યા ઓછી થાય છે. ત્રિફળા ચૂર્ણથી બનેલા ફેસપેકને ચહેરા પર લગાવવાથી સ્કિનમાં કુદરતી ચમક આવી જાય છે એટલું જ નહિં પરંતુ, એના સેવનથી વાળ (Hair) પણ મજબૂત થાય છે. કસમયે સફેદ વાળ થવાની સમસ્યા પણ દૂર થાય છે.

4. આંખોના તેજ અને શુગર કંટ્રોલ માટે પ્રભાવી

આયુર્વેદ અનુસાર, ત્રિફળા ચૂર્ણ (Trifala Churna)ના સેવનથી આંખોનું તેજ વધે છે અને એનો થાક દૂર કરવામાં સહાયક સિદ્ધ થાય છે. જ્યારે પણ તમારી આંખોમાં બળતરા, ધૂંધળાપણું અને પાણી આવવા જેવી તફલીફો ઊભી થાય ત્યારે આ ચૂર્ણ જાદુઇ અસર કરે છે. આ ઉપરાંત, બ્લડ શુગરના લેવલને નિયંત્રિત કરવા (Blood Sugar Control)માં એ મદદ કરે છે. આ મેટાબોલિઝમને બહેતર બનાવવા અને વજન ઘટાડવામાં એ સહાયક સિદ્ધ થાય છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આ 4 લીલા શાકભાજી કરશે નેચરલ ફિલ્ટરનું કામ, લોહીમાં રહેલા ટૉક્સિન્સને પણ સાફ કરશે- આયુર્વેદિક ડૉક્ટર

આ પણ વાંચો: કેવી રીતે ખાવું જોઇએ મધ, આયુર્વેદ કહે છે કે કેવી રીતે ખાવું અને બીમાર ન થવું તે જાણો