Lifestyle/ 5 રુપિયામાં કુદરતી રીતે ચમકશે ચહેરો! અઠવાડિયામાં 3 થી 4 વાર લગાવો…આયુર્વેદિક ટિપ્સને અપનાવો!

સ્કિન ટોનને સુધારવા માટે લોકો કેટલાય ઉપાયો અજમાવે છે અને મોંઘાદાટ પ્રોડક્ટ્સ ખરીદે છે ખાટલે મોટી ખોડ એ છે કે, આટલા ઉપાયો કર્યા પછી પણ ત્વચામાં…

Trending Tips & Tricks Fashion & Beauty Lifestyle

Lifestyle: સ્કિન ટોન (Skin Tone)ને સુધારવા માટે લોકો કેટલાય ઉપાયો અજમાવે છે અને મોંઘાદાટ પ્રોડક્ટ્સ ખરીદે છે તથા સ્કિન ટ્રીટમેન્ટ (Skin Treatment) કરાવે છે. પણ ખાટલે મોટી ખોડ એ છે કે, આટલા ઉપાયો કર્યા પછી પણ ત્વચામાં મૂળથી સુધારો આવતો નથી! જો તમે પણ આવી સમસ્યાથી અકળાયેલા હો તો આ લેખ તમને મદદરુપ સાબિત થઇ શકશે. ચાલો જાણીએ આ સમસ્યાના આયુર્વેદિક ઘરગથ્થું ઉપચારની ટિપ્સ (Ayurvedic Tips) ડૉક્ટર પાસેથી…

ભારતમાં કાનુડો બધાને પ્રિય છે પણ તમે એના જેવો શ્યામ વર્ણ ધરાવતા હો કે પછી ગૌર વર્ણ, પણ ચમકતો ચહેરો બધાને જોઇએ છે! આપણા દેશમાં મહિલા હોય કે પુરુષ, સૌ કોઇ નિખાર ધરાવતી ત્વચા (Glowing Skin)ના માલિક બનવા માગે છે. લોકોના મનમાં સ્વચ્છ અને ગ્લૉઇંગ સ્કિન મેળવવાની ઇચ્છા ક્યાંક ને ક્યાંક અંતરમનમાં ધરબાયેલી હોય જ છે! ફેશિયલ (Facial) કરાવો ત્યારે થોડો સમય સારું લાગે છે પણ પછી ત્વચા હતી એવી ને એવી જ લાગવા લાગે છે! તો આનો શો ઇલાજ હોઇ શકે, એ આપણા આયુર્વેદમાં સચોટ રીતે આપવામાં આવેલો છે. તો ચાલો જાણીએ, તબીબે જણાવેલી ચહેરો ચમકાવવાની આયુર્વેદિક ટિપ્સ…

શી રીતે ચમકાવશો 5 રુપિયામાં ચહેરો?

ચહેરો સુંદર બને એ માટે તમારે ઘરગથ્થું ઉપાય (Home Remedy) કરવાનો રહેશે અને એ માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી

કૉફી પાઉડર

મુલતાની માટી

ચોખાનો લોટ

લીંબુનો રસ

દહીં

બનાવવાની વિધિ

આ એક અત્યંત સરળ નુસખો છે અને આ તમામ સામગ્રી તમને ઘરે જ મળી રહેશે. સૌપ્રથમ તમારે એક વાડકીમાં કૉફી પાઉડર (Coffee Powder) લેવાનો રહેશે અને એમાં મુલતાની માટી, ચોખાનો લોટ, લીંબુનો રસ અને દહીં (Multani Mitti, Rice Flour, Lemon Juice, Curd) મિક્સ કરી લો. એને સરસ રીતે હલાવી લો. આ મિશ્રણને તમારે સ્વચ્છ ચહેરા પર સારી રીતે લગાવવાનો છે. ત્યારબાદ, 15-20 મિનિટ બાદ, ચહેરો સાદા પાણીથી ધોઇ લેવો. આ પ્રયોગ તમે અઠવાડિયામાં ત્રણથી ચાર વાર કરી શકો છો. આ પૅક લગાવવાથી તમારો ચહેરો ખીલવા લાગશે!

આ ટ્રિકના ફાયદા

1. સ્કિન ટૅનિંગ દૂર થાય છે

2. કાળાશ અને પિગમેન્ટેશન ઓછી કરે છે

3. ત્વચાનો રંગ નિખરે છે

4. સ્કિન સંબંધી ઘણી સમસ્યાઓમાં આ નુસખો કારગર છે

5. નિયમિત પ્રયોગથી તમારી ત્વચાનો રંગ બમણો ઉઘડે છે

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અઠવાડિયામાં કેટલી વાર સાબુથી નહાવું જોઇએ? દરરોજ નહાવાથી સ્કિન થશે ખરાબ…!

આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!

આ પણ વાંચો: સવારે ઉઠતા જ ચહેરા પર શું લગાવવું જોઇએ? આ 3 વસ્તુઓથી આખો દિવસ તરોતાજા રહેશે તમારી ત્વચા!