twitter deal/ ટ્વિટરના શેર હોલ્ડરોએ એલોન મસ્કના બાયઆઉટ ડીલને આપી લીલી ઝંડી

ટ્વિટરના શેરધારકોએ એલોન મસ્કના $44 બિલિયનના બાયઆઉટ સોદાને મંજૂરી આપી છે. સમાચાર એજન્સીએ આ માહિતી આપી છે ઈલોન મસ્કે ભૂતકાળમાં આ ડીલ કેન્સલ કરી હતી

Top Stories World Trending

ટ્વિટરના શેરધારકોએ એલોન મસ્કના $44 બિલિયનના બાયઆઉટ સોદાને મંજૂરી આપી છે. સમાચાર એજન્સીએ આ માહિતી આપી છે. ઈલોન મસ્કે ભૂતકાળમાં આ ડીલ કેન્સલ કરી હતી. ટ્વિટરે મંગળવારે જણાવ્યું હતું કે ગણતરી દર્શાવે છે કે શેર હોલ્ડરોએ એલોન મસ્કની $44 બિલિયનમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદવાની બિડને ટેકો આપ્યો હતો, તેમ છતાં તે કરારનો ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતા.

આ આંકડા શેરધારકોની મીટિંગ દરમિયાન આવ્યા હતા, જે માત્ર થોડી મિનિટો ચાલી હતી, જેમાં મોટાભાગના મતો ઓનલાઈન નાખવામાં આવ્યા હતા. ટ્વિટરે આ સોદો પૂરો કરવા માટે મસ્ક પર દાવો માંડ્યો છે અને તેની સુનાવણી ઓક્ટોબર માટે નક્કી કરવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો?

વાસ્તવમાં, એલોન મસ્કે એપ્રિલમાં ટ્વિટર સાથે લગભગ $44 બિલિયનમાં $54.20 પ્રતિ શેરના ભાવે ડીલ કરી હતી. આ ડીલના થોડા દિવસો પછી, ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક અને ટ્વિટર વચ્ચે મડાગાંઠ શરૂ થઈ ગઈ. એલોન મસ્કે ટ્વિટર પર છેતરપિંડીનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે જ્યારે તેણે $44 બિલિયનના સોદા પર હસ્તાક્ષર કર્યા ત્યારે ટ્વિટરે તેને ગેરમાર્ગે દોરનારી બિઝનેસ માહિતી આપી હતી.

મસ્કે કહ્યું હતું કે જ્યારે તેણે ટ્વિટર પાસે બોટ એકાઉન્ટ્સ એટલે કે નકલી એકાઉન્ટ્સની વિગતો માંગી ત્યારે ટ્વિટરે તેનો ઇનકાર કર્યો હતો. એલોન મસ્કે  આ સોદો પછી હોલ્ડ પર રાખ્યો. મસ્કે ટ્વિટરને ચેતવણી આપી હતી કે જો કંપની તેના ફેક એકાઉન્ટ વિશે માહિતી નહીં આપે તો તે ડીલ રદ કરી દેશે. આ પછી, જુલાઈમાં, તેણે આ ડીલ રદ કરી.

ઈલોન મસ્કે ટ્વિટર વિરુદ્ધ કોર્ટમાં અરજી પણ કરી હતી. આ મામલામાં 27 ઓગસ્ટે કોર્ટે ટ્વિટરને 9,000 એકાઉન્ટ્સની વિગતો શેર કરવાનો આદેશ આપ્યો છે જેનો ગયા વર્ષે સર્વે કરવામાં આવ્યું હતો.

જયારે ટ્વિટરે આ ડીલ રદ કરવાને બદલે તેને પૂર્ણ કરવા માટે કેસ પણ દાખલ કર્યો હતો. કેસ દાખલ કરતી વખતે ટ્વિટરે મસ્ક પર આરોપ લગાવ્યો હતો કે એલોન મસ્ક કોઈ પણ મુદ્દા વગર ડીલ કેન્સલ કરી રહ્યા છે. નોંધનીય છે કે આ કેસની સુનાવણી ઓક્ટોબર માટે નક્કી કરવામાં આવી છે.