@વસીમ મેમણ
Rajpipala News: રાજપીપળા વિભાગની ત્રણ દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓના લાખો રૂપિયાના દૂધ કૌભાંડ અંગે ભરૂચ તથા નર્મદા જિલ્લા રજિસ્ટ્રારના સંયુક્ત તપાસ અહેવાલ બાદ રાજ્ય રજિસ્ટ્રારે ત્રણેય દૂધ મંડળીઓને નોટિસ ફટકાર્યા બાદ આ તપાસમાં ભીનું સંકેલાયાની ગ્રામજનોમાં આશંકા હોવાનું જાણવા મળે છે.
મળતી માહિતી મુજબ કેન્દ્રીય આદિજાતિ આયોગને મળેલી ફરિયાદના આધારે આયોગના ઉચ્ચાધિકારીઓ અને ગુજરાતના સહકાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ એ સંયુક્ત તપાસ કરી હતી જેનો મુખ્ય મુદ્દો કાગળ પરની બોગસ દૂધ મંડળીઓનો હતો, આ દૂધમંડળીઓ ગામની નહિવત વસ્તી અને પશુધન ના હોવા છતાં વાર્ષિક લાખો લીટર દૂધ બહારથી લાવી દુધધારા ડેરી ભરૂચ ખાતે મોકલાતું હતું, જેમાં નાંદોદ તાલુકાની ભચરવાડા દૂધ ઉત્પાદન સહકારી મંડળીમાં માત્ર 10 સાભસદો દૂધ ભરતા હતા છતાં વાર્ષિક 3,49, 000/- લીટર થી વધુ દૂધ ડેરી ને મોકલી વાર્ષિક, એક કરોડ સાડત્રીસ લાખ થી વધુ ની રકમ મંડળી એ મેળવી હતી. જેનો ઉલ્લેખ દૂધ મંડળીના ઓડિટ રિપોર્ટમાં છે.
આ ઉપરાંત નામલગઢ દૂધ ઉ. સ. મંડળી તેમજ પલસી દૂધ ઉ.સ. મંડળી માં પણ આજ રીતે સફેદ દૂધ નો કાળો કારોબાર બહાર આવતા અને તેમાં દૂધધારા ડેરીની સંડોવણી જણાતા કેન્દ્રીય આદિજાતિ આયોગના રિપોર્ટ ને પગલે રાજ્યના સહકારી મંડળીઓના ચીફ રજિસ્ટ્રારે આ સમગ્ર કૌભાંડ ની તપાસ ભરૂચ તેમજ નર્મદા જિલ્લા ના રજિસ્ટ્રાર ને સોંપી હતી જે બંને અધિકારીઓ ની સંયુક્ત તપાસમાં આ ચોંકાવનારી વિગતો બહાર આવતા રાજ્યના સહકારી મંડળીઓના ચીફ રજિસ્ટ્રારે ત્રણેય દૂધ મંડળીઓ તેમજ દુધધારા ડેરી ને પણ નોટિસ ફટકારી કલમ- 86 હેઠળ ચોક્સીની નિમણુંક કરવા મામલે ખુલાસો માંગ્યો હતો અને તેની સુનાવણી પણ થઇ ગઈ છતાં આ વાતને સાત મહિના થયા પછી પણ આગળ કોઈ કાર્યવાહી થતી નથી કે કાંભાંડી દૂધ મંડળીઓના સંચાલકો કે દુધધારા ડેરી વિરુદ્દ કોઈ કાર્યવાહી નહિ થતા આ સમગ્ર કૌભાંડમાં રાજકીય દબાણને વશ ભીનું સંકેલાયાની આદિવાસીગ્રામજનો ને આશઁકા છે ત્યારે સરકાર આ કૌભાંડમાં કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ છે
દૂધ મંડળીઓ ની તપાસ માં કલમ -93 કેમ નહિ ?
જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક માં ખાતા નહિ ખોલતા વિવાદ..
રાજ્ય ના ચીફ રજિસ્ટ્રારે ત્રણ દૂધ મંડળીઓની તપાસની નોટિસ કલમ 83 હેઠળ આપી છે, પરંતુ જાણકારોના કહેવા મુજબ આ કલમ હેઠળ તપાસ લંબાઈ શકે છે જેથી કલમ -93 હેઠળ તપાસ જરૂરી છે તો બીજી બાજુ દૂધ મંડળીઓના બેન્ક એકાઉન્ટ જિલ્લા સહકારી બેન્કમાં ફરજીયાત ખોલાવવાના હોવા છતાં હજુ કેટલીક મંડળીઓએ ખાતા ખોલાવ્યા નથી તો શુ આ મંડળીઓ કાગળ પરની બોગસ મંડળીઓ છે ? તેવી પણ ચર્ચા ચાલી રહી છે.
આ પણ વાંચો: પોરબંદરમાં જળબંબાકાર જેવી સ્થિતિ વચ્ચે દિલધડક રેસ્ક્યૂ
આ પણ વાંચો: ગુજરાતના ખેડૂતોના હિતાર્થે રૂ.50કરોડની જોગવાઈ સાથે વધુ એક નવી યોજના અમલમાં મૂકાઈ
આ પણ વાંચો: જૂનાગઢમાં તંત્રએ આપ્યું એલર્ટ; પોરબંદર, દ્વારકામાં વરસાદે વિનાશ વેર્યો
