Rajkot News: રાજકોટમાં રિયલ એસ્ટેટ ગ્રુપ પર GSTએ દરોડા પાડ્યા. શહેરના મોદી એસ્ટેટ પર સ્ટેટ જીએસટીએ દરોડા પાડતા મોટા પ્રમાણમાં કરચોરી બહાર આવે તેવી શક્યતાઓ છે. આ દરોડામાં 15 જેટલા અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. આ કાર્યવાહી કેટલા દિવસ ચાલશે તે કહી શકાય નહી.
નોંધનીય છે કે રિયલ એસ્ટેટ મિલકત ખરીદતી વખતે, ખરીદદારોએ ઘણા કર ચૂકવવા પડે છે; અને GST તેમાંથી એક છે. રિયલ એસ્ટેટ પર GST દર વર્ષ 2017 (1લી જુલાઈ, 2017) માં શરૂ કરવામાં આવ્યો હતો, અને ત્યારથી ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. અગાઉની ટેક્સ વ્યવસ્થા મુજબ, બાંધકામ હેઠળની વ્યવસ્થા ખરીદતી વખતે ખરીદનારને સર્વિસ ટેક્સ, વેટ, સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ચાર્જ ચૂકવવા પડતા હતા. પરંતુ GST લાગુ કરી આ જુદા જુદા ચાર્જમાંથી મુક્તિ આપવા પ્રયાસ કરાયો છે. GST લાગુ થવાથી, VAT, સર્વિસ ટેક્સ, એક્સાઇઝ ડ્યુટી અને એન્ટ્રી ટેક્સ જેવા અન્ય ઘણા કર – બધું જ રદબાતલ થયા. લોકોની સુવિધા માટે GST લાગુ કરાયો છતાં રિયલ એસ્ટેટ ગ્રુપ કર ચુકવવામાં બેદરકારી દાખવતા દરોડા પાડવામાં આવ્યા.
આ પણ વાંચો: રાજકોટના સાગઠિયાની બેનામી સંપત્તિ કેસમાં એસઆઈટી તપાસ કરશે
આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ રાહુલ ગાંધીની આગેવાનીમાં ન્યાયયાત્રા કાઢશે
આ પણ વાંચો: ઓનલાઈન ક્રિકેટ સટ્ટા બેટિંગનો સૂત્રધાર દુબઈથી આવતા જ કરાઈ ધરપકડ
આ પણ વાંચો: ગુજરાતમાં શાકભાજીનું ઉત્પાદન છતાં ભાવ આસમાને, વેપારીઓ લાભ લેતા હોવાની ફરિયાદ
